AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Police Station List: સુરત શહેરનું કયુ પોલીસ સ્ટેશન કયા વિસ્તારમાં છે? જાણો તમામ માહિતી અને વધારો તમારુ Knowledge

સુરત શહેરમાં અજય તોમર વર્તમાન પોલીસ કમિશનર છે. તેમજ 3 એડિશનલ કમિશનર ઑફ પોલીસ, 8 ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અને 19 આસિસ્ટન્ટ કમિશનર પણ તેમની મદદે છે. સુરત પોલીસને ચાર ઝોનમાં વહેંચવામાં આવી છે.

Surat Police Station List: સુરત શહેરનું કયુ પોલીસ સ્ટેશન કયા વિસ્તારમાં છે? જાણો તમામ માહિતી અને વધારો તમારુ Knowledge
Surat Police Station List
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 7:11 PM
Share

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તેમજ ટ્રાફિક વ્યવસ્થાપન, ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા પોલીસની રચના કરવામાં આવી છે. તેમાંય ગુજરાત પોલીસ દિવસ રાત જનતાની સુરક્ષા માટે કટીબદ્ધ રહે છે. ત્યારે અગાઉના લેખમાં આપણે અમદાવાદ પોલીસ સ્ટેશનને લગતી માહિતી મેળવી હતી, જે બાદ આજે નવા લેખમાં સુરતના અનેક વિસ્તારના પોલીસ સ્ટેશન અંગે વાત કરવાના છે. જો તમે પણ નથી જાણતા સુરતના કયા વિસ્તારમાં કયુ પોલીસ સ્ટેશન લાગું પડે છે તો આ લેખ ખાસ આપના માટે છે જેના થકી તમે માહિતી મેળવી શકો છો.

સુરત પોલીસનું નેતૃત્વ પોલીસ કમિશનર કરે છે. આપને જણાવી દઈએ તો સુરત શહેરમાં અજય તોમર વર્તમાન પોલીસ કમિશનર છે. તેમજ 3 એડિશનલ કમિશનર ઑફ પોલીસ, 8 ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અને 19 આસિસ્ટન્ટ કમિશનર પણ તેમની મદદે છે. સુરત પોલીસને ચાર ઝોનમાં વહેંચવામાં આવી છે. દરેક ઝોન નાયબ પોલીસ કમિશનર હેઠળ આવે છે. ત્યારે તે તમામની માહિતી આજના આપણા આ લેખમાં છે. જેને ઝોન વાઈઝ સમજવાનો પ્રયત્ન કરીશું!

સુરત પોલીસ સ્ટેશન અંગે માહિતી

હાલમાં સુરત પોલીસને ચાર ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે, ઝોન-I, ઝોન-II, ઝોન-III અને ઝોન-IV દરેકનું નેતૃત્વ ડેપ્યુટી પોલીસ કમિશનર કરે છે. આ ચાર ઝોનને 8 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે એટલે કે દરેક ઝોનના 2 ડિવિઝન (A થી H ડિવિઝન) બનાવવામાં આવ્યા છે, જે દરેકનું નેતૃત્વ ACP દ્વારા કરવામાં આવે છે.

કયા ઝોનમાં કયો વિસ્તાર?

♦ ડી.સી.પી. (ઝોન-I)

A.C.P (A-ડિવિઝન)

વરાછા પોલીસ સ્ટેશન, કાપોદ્રા પોલીસ સ્ટેશન, સરથાણા પોલીસ સ્ટેશન

A.C.P. (B-ડિવિઝન)

લિંબાયત પોલીસ સ્ટેશન, ઉધના પોલીસ સ્ટેશન, ડીંડોલી પોલીસ સ્ટેશન, ગોડાદરા પોલીસ સ્ટેશન

♦ ડી.સી.પી. ઝોન II

A.C.P. (C-ડિવિઝન)

મહિધરપુરા પોલીસ સ્ટેશન, સલાબતપુરા પોલીસ સ્ટેશન, પુણે પોલીસ સ્ટેશન

A.C.P. (D-ડિવિઝન)

કતારગામ પોલીસ સ્ટેશન, ચોકબજાર પોલીસ સ્ટેશન, લાલગેટ પોલીસ સ્ટેશન, સિંગાપોર પોલીસ સ્ટેશન

♦ ડી.સી.પી. (ઝોન-III)

A.C.P. (E-ડિવિઝન)

અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન, ઉમરા પોલીસ સ્ટેશન, ખટોદરા પોલીસ સ્ટેશન, ખટોદરા-2 પોલીસ સ્ટેશન

A.C.P. (F-ડિવિઝન)

પાંડેસરા પોલીસ સ્ટેશન, સચિન પોલીસ સ્ટેશન, સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન

♦ ડી.સી.પી. ઝોન IV

A.C.P. (G-ડિવિઝન)

અમરોલી પોલીસ સ્ટેશન, રાંદેર પોલીસ સ્ટેશન, અડાજણ પોલીસ સ્ટેશન, જહાંગીરપુરા પોલીસ સ્ટેશન

A.C.P. (H-ડિવિઝન)

ઇચ્છાપોર પોલીસ સ્ટેશન, હજીરા પોલીસ સ્ટેશન, મરીન પોલીસ સ્ટેશન, ડુમસ પોલીસ સ્ટેશન

સુરત શહેરના પોલીસ સ્ટેશનની યાદી

  • અડાજણ પોલીસ સ્ટેશન સરનામું: ગંગેશ્વર મહાદેવ મંદિરની પાછળ, હની પાર્ક રોડ, અડાજણ , સુરત , ગુજરાત  395009
  • અમરોલી પોલીસ સ્ટેશન સરનામું: નિયર ફાયર સ્ટેશન, સાયન રોડ, અમરોલી ચાર રસ્તા, અમરોલી , સુરત , ગુજરાત 39410
  • અથવા પોલીસ સ્ટેશન સરનામું: નાણાવત, સુરત, ગુજરાત 395003
  • ચોકબજાર પોલીસ સ્ટેશન સરનામું: પ્રાથમિક શાળા નં. 77 પાસે, પારસીવાડ, રાણીતાલો, સુરત
  • ડીંડોલી પોલીસ સ્ટેશન સરનામું: મધુરમ સર્કલ પાસે, ખરવાસા રોડ, ડીંડોલી, સુરત
  • ડુમસ પોલીસ સ્ટેશન સરનામું: ઓ.પી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડુમસ ગામ, સુરત
  • હજીરા પોલીસ સ્ટેશન સરનામું: હજીરાગામ રોડ, એસ્સાર કંપની પાસે, સુરત
  • ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સરનામું: કાવાસ પાટિયા, હજીરા રોડ, સુરત
  • જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સરનામું: મોરભાગલ પોલીસ ચોકી બિલ્ડીંગ, મોરભાગલ, રાંદેર, સુરત
  • કાપોદ્રા પોલીસ સ્ટેશન સરનામું: ઓ.પી. તાપી એન્જીનીયરીંગ કોલેજ, કાપોદ્રા, સુરત
  • કતારગામ પોલીસ સ્ટેશન સરનામું: ઓ.પી. ઇદગાહ દરગાહ, કતારગામ મેઇન રોડ, કતારગામ, સુરત
  • ખટોદરા પોલીસ સ્ટેશન સરનામું: જોગની માતા મંદિર પાસે, ઉધના મગદલ્લા રોડ, ખટોદરા, સુરત
  • લાલગેટ પોલીસ સ્ટેશન સરનામું: પ્રતિક આર્કેડની સામે, પ્રતાપ પ્રેસ ગલી, શાળા નંબર 144. ભગતલાવ, સુરત
  • લિંબાયત પોલીસ સ્ટેશન સરનામું: મારુતિનગર ચાર રસ્તા પાસે, લિંબાયત, સુરત
  • મહિધરપુરા પોલીસ સ્ટેશન સરનામું: સ્ટેશન મેઈન રોડ., મહિધરપુરા, સુરત
  • મરીન પોલીસ સ્ટેશન સરનામું: હજીરાગામ પાસે, હજીરાગામ મેઈન રોડ. હજીરા, સુરત
  • પાંડેસરા પોલીસ સ્ટેશન સરનામું: GIDC મેઈન રોડ, પાંડેસરા GIDC, સુરત
  • પુણાગામ પોલીસ સ્ટેશન સરનામું: બોમ્બે માર્કેટ-પુનાગામ રોડ, પુના બસ સ્ટોપ પાસે, પુનાગામ, સુરત
  • રાંદેર પોલીસ સ્ટેશન સરનામું: તાડવાડી પોલીસ ચોકી બિલ્ડીંગ, ગોમતી નાગત પાસે, કોઝવે રોડ, રાંદેર સુરત
  • સચિન પોલીસ સ્ટેશન સરનામું: સુરત – નવસારી રોડ, તિરુપતિ નગર, પારડી કાંડે, સચિન, સુરત
  • સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન સરનામું: પ્રોહિબિશન ઓફિસ, સુરત, ગુજરાત, ભારત
  • સલાબતપુરા પોલીસ સ્ટેશન સરનામું: સલાબતપુરા મેઈન રોડ, સર્કલની સામે, મોતી બેગમવાડી, સલાબતપુરા, સુરત
  • સરથાણા પોલીસ સ્ટેશન સરનામું: વજ્ર ચોક, સિમડા રોડ, સરથાણા, સુરત
  • સિંગનપુર પોલીસ સ્ટેશન સરનામું: વેદ રોડ, શાળા નંબર 188-જૂની બિલ્ડિંગ પાસે, સિંગણપુર ગામ, સુરત
  • ઉધના પોલીસ સ્ટેશન સરનામું: Rd No 1 MG Rd, ઉધના GIDC, ઉધના ઇન્ડસ્ટ્રી નગર, ઉધના, સુરત
  • ઉમરા પોલીસ સ્ટેશન સરનામું: પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાછળ, એઈથલાઈન્સ, ઉમરા
  • વરાછા પોલીસ સ્ટેશન સરનામું: સુરત – કામરેજ હાઈવે, સાધના સોસાયટી, લક્ષ્મણ નગર, વરાછા, સુરત, ગુજરાત 395006
  • મહિલા પોલીસ સ્ટેશન સરનામું: ઉમરા પોલીસ સ્ટેશન બિલ્ડીંગ, મા ઠાકુર ભાઈ દેસાઈ માર્ગ, આઠમી લાઈન્સ, સુરત – 395001, પોલીસ હેડક્વાર્ટરની સામે

નોંધ: આપેલ માહિતી વાચંકોના નોલેજ માટે તેમજ જરુર પડે મદદ માટે આપવામાં આવી છે.  

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">