Video : સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વણ ઉકેલ્યો, ભીંતચિત્રો હટાવવા મામલે કોઇ ફોડ પાડવામાં આવ્યો નહીં
સાળંગપુરનો વિવાદ ઉકેલવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સૌથી મોટી બેઠક મળી હતી. આ બેઠકમાં સ્વામિનારાયણે બાંધેલા મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો બેઠકમાં હાજર રહ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો ઉપરાંત BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા.
Botad : સાળંગપુરમાં (Salangpur) હનુમાનદાદાના ભીંતચિત્રોને લઇને ઉઠેલો વિવાદ હજુ પણ વણઉકેલ્યો છે. સાળંગપુરમાં વિવાદ મુદ્દે સ્વામિનારાયણના સંતો વચ્ચે અંદાજે 3 કલાક સુધી બેઠક ચાલી હતી, પરંતુ આ બેઠકમાં દાદાના વિવાદિત ભીંતચિત્રો હટાવવાને લઇને કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. વિવાદ ઉકેલવા માટે હવે સંત સમિતિની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો-Gujarat News Live : મહેસાણા શોભાસણ રોડ પર રખડતા ઢોરનો આતંક, પાંચને લીધા અડફેટે
બીજી તરફ મીડિયાના સવાલોથી સ્વામીઓ ભાગતા નજરે પડ્યા. વડતાલના મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામીએ બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વિવાદનો સુખદ ઉકેલ આવે તેવી સૌ સંતોએ પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય આગેવાનો સાથે અમે સંત સમિતિની રચના કરી છે. આ સમિતિ ચર્ચા-વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે. આપણા સનાતન હિન્દુ ધર્મના હિતમાં નિર્ણય થશે તેવી આશા છે.
સાળંગપુરનો વિવાદ ઉકેલવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સૌથી મોટી બેઠક મળી હતી. આ બેઠકમાં સ્વામિનારાયણે બાંધેલા મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો બેઠકમાં હાજર રહ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો ઉપરાંત BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. તો RSSના આગેવાનોએ પણ બેઠકમાં હાજરી આપી. બેઠકમાં હનુમાનજીના જે ભીંતચિત્રોને કારણે સમગ્ર વિવાદનો વંટોળ ઉઠ્યો છે તેને લઇને ચર્ચા કરવામાં આવી,પરંતુ 3 કલાકની મેરેથોન બેઠક બાદ પણ ચિત્રો ક્યારે હટશે તેને લઇને કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો