Gujarati Video: સાળંગપુર વિવાદના અમરેલી જિલ્લામાં ઘેરા પડઘા, વૃંદાવન બાગ આશ્રમના સંતો-ભક્તોમાં આક્રોશ
સાળંગપુરમાં વિવાદી ભીંતચિત્રોનો વિવાદ મુદ્દે સ્વામીનારાયણના સંતોની મળેલી બેઠક બાદ પણ વિવાદ પર કોઈ સમાધાન નથી સાધી શકાયુ. અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી અને વિવાદી ભીંતચિત્રો હટાવવાને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. આ વિવાદ ઉકેલવા માટે સંત સમિતિની રચના કરવામાં આવી છે. સમગ્ર બેઠક અંગે પૂછતા સ્વામી મીડિયાથી કિનારો કરતા જોવા મળ્યા હતા.
Botad: સાળંગપુરના હનુમાનજી ભીતચિત્ર વિવાદના હવે અમરેલી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. રાજુલાના રામપરા વૃંદાવન બાગ આશ્રમના સંતો અને ભક્તોએ સ્વામિનારાયણના સંતો સામે સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું.આ સાથે જ લીંબડી બેઠકમાં સ્વામિનારાયણના સંતોનો બહિષ્કાર કરવાનું એલાન કરાયું.
આ તરફ સાળંગપુરમાં વિવાદી ભીંતચિત્રોનો વિવાદ મુદ્દે સ્વામીનારાયણના સંતોની મળેલી બેઠક બાદ પણ વિવાદ પર કોઈ સમાધાન નથી સાધી શકાયુ. અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી અને વિવાદી ભીંતચિત્રો હટાવવાને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. આ વિવાદ ઉકેલવા માટે સંત સમિતિની રચના કરવામાં આવી છે. સમગ્ર બેઠક અંગે પૂછતા સ્વામી મીડિયાથી કિનારો કરતા જોવા મળ્યા હતા.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
