AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : અમદાવાદમાં આજથી 4 દિવસ એર શો નું આયોજન, સારંગ હેલિકોપ્ટર આકર્ષણનું કેન્દ્ર

Video : અમદાવાદમાં આજથી 4 દિવસ એર શો નું આયોજન, સારંગ હેલિકોપ્ટર આકર્ષણનું કેન્દ્ર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2022 | 7:04 PM
Share

અમદાવાદમાં આજથી 4 દિવસ ‘એર શો'નું આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ પર એરશોનો આરંભ થયો છે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સના જવાનો હાઈટેક એરક્રાફટ સાથે કરતબો જોવા મળશે. રિવરફ્રન્ટ ખાતે 22 ઓક્ટોબર સુધી રોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી એર-શો યોજાશે. જેમાં પહેલીવાર ‘સારંગ' હેલિકોપ્ટરના કરતબો જોવા મળશે

અમદાવાદમાં(Ahmedabad)  આજથી 4 દિવસ ‘એર શો’નું(Air Show)  આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ(River Front) પર એરશોનો આરંભ થયો છે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સના જવાનો હાઈટેક એરક્રાફટ સાથે કરતબો જોવા મળશે.રિવરફ્રન્ટ ખાતે 22 ઓક્ટોબર સુધી રોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી એર-શો યોજાશે. જેમાં પહેલીવાર ‘સારંગ’ હેલિકોપ્ટરના કરતબો જોવા મળશે. તો સુર્યકિરણ ટિમ સાથે સુખોઈ, ચિનૂક જેવા યુદ્ધ વિમાનના દિલધડક પ્રદર્શન જોવા મળશે.. ખાસ કરીને ફાઈટર જેટના એર શોમાં તિરંગાના રંગોનું ફોર્મેશન બનાવાશે તેમજ આપદામાં જવાનોની બચાવ કામગીરીનો ડેમો પણ કરવામાં આવશે. સારંગ હેલિકોપ્ટર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સારંગ હેલિકોપ્ટર પર લાલ અને સફેદ રંગની આકર્ષક ડિઝાઈન સાથે બંને તરફ મોરનું ચિત્ર વિશિષ્ટ  આકર્ષણ ઉભૂ કરે છે. વિશ્વની શ્રેષ્ઠ હેલિકોપ્ટર એરોબેટિક્સ ટીમ સારંગ સાથે ઉડાન ભરશે. એર શોના રંગારંગ કાર્યક્રમથી અમદાવાદના લોકો મંત્રમુગ્ધ બનશે તેમજ શસ્ત્રોને નિહાળીને દેશભક્તિની ભાવના ઉજાગર થશે.

ડિફેન્સ એક્સપોનું સૌથી મોટું આકર્ષણ એર-શો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વાયુસેનાના વીરોએ દિલધડક કરતબો બતાવ્યા છે.  એરફોર્સના જાંબાઝ જવાનોએ હવામાં ઉંચેથી પેરાગ્લાઈડિંગ કર્યું. જે બાદ સારંગ એરોબેટીક્સ ટીમના હેલિકોપ્ટરોએ એક પછી એક સુંદર ફોર્મેશન બનાવ્યા. સાબરમતી રિવરફ્રન્ટની બંને તરફ હાજર હજારો પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ સાથે વાયુવીરોની પ્રચંડ શક્તિ અને અદમ્ય સાહસને વધાવી લીધું. બોટ અને હેલિકોપ્ટરની સંયુક્ત પેરા મોટર એક્ટિવિટી થઈ. તો દુશ્મન દેશના પોસ્ટને ગોળા ફેંકીને તબાહ કરવામાં આવી. વાયુસેનાએ કુદરતી આપત્તિઓ સમયે કરાતી બચાવી કામગીરીનું પણ અદભૂત નિદર્શન કર્યું

 

Published on: Oct 18, 2022 06:51 PM
g clip-path="url(#clip0_868_265)">