Video: અમદાવાદમાં સાબરમતી શુદ્ધિકરણના નામે કરોડોનું આંધણ છતા નદીમાં ચિંતાજનક હદે વધી રહ્યુ છે પ્રદૂષણ

Ahmedabad: સાબરમતી નદીના શુદ્ધિકરણના નામે કરોડોનું આંધણ કરવા છતા નદીમાં પ્રદૂષણ દિવસે દિવસે ઘટવાના બદલે વધી રહ્યુ છે. 14 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 7 કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવાછતા પ્રદૂષણનું સ્તર ઘટવાને બદલે વધ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 11:39 PM

અમદાવાદની સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે તંત્રએ કરોડો રૂપિયાનું આંધણ કર્યું છે. આમ છતાં સાબરમતી નદીમાં પ્રદૂષણ સતત ચિંતાજનક હદે વધી રહ્યું છે. ઉદ્યોગોનું ઝેરી કેમિકલયુક્ત અને દુર્ગંધ મારતું પાણી બેફામપણે દિવસ-રાત ઠલવાય છે. રાજ્ય સરકાર, GPCB કે AMCના અધિકારીઓ વર્ષોથી કેમિકલ ઠાલવતા ઉદ્યોગગૃહો સામે કોઈ કડક કાર્યવાહી કરી શક્યા નથી. સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણનું સ્તર એ અધિકારીઓની બેદરકારીનો સાક્ષાત પુરાવો છે.

સાબરમતી નદીકાંઠાની આસપાસ રહેતા વિસ્તારના લોકો માટે અસહ્ય દુર્ગંધમાં જીવવું કપરૂ બન્યું છે તો બીજી તરફ સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરો અને કૂવાઓમાં પણ કેમિકલયુક્ત પાણી ભળી ગયા છે. ફીણવાળા અને દુર્ગંધ મારતા પાણીના કારણે ગંભીર રોગચાળાનો ખતરો પણ છવાયો છે.

અમદાવાદમાં સાબરમતી નદીમાં ગંદુ પાણી ઠલવાતું અટકે તે માટે તંત્રએ કરોડો રૂપિયા ખર્ચીને વ્યવસ્થાઓ ગોઠવી છે. અમદાવાદમાં 14 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 7 કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. આમ છતાં સાબરમતી નદીમાં ગટરનું ગંદુ પાણી અને કચરો પણ બિંદાસ ઠલવાતો રહે છે. રાજ્ય સરકાર અને AMC નદીઓના શુદ્ધીકરણના ભલે મોટા દાવા કરે. પરંતુ વાસ્તવિક સ્થિતિ તદ્દન અલગ છે.

સાબરમતીમાં શુદ્ધિકરણના નામે કરોડોનું આંધણ કરવામાં આવે છે છતા નદીનું પ્રદૂષણ દૂર થતુ નથી. વારંવાર હાઈકોર્ટની ફટકાર છતા ઉદ્યોગોનું કેમિકલયુક્ત ગંદુ પાણી નદીમાં ઠલવાતુ અટકી નથી રહ્યુ. 14 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 7 કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બેકાર છે. સાબરમતી નદીકાંઠાના નીચેના વિસ્તારોમાં રોગચાળાનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. રાજ્ય સરકાર કે AMC સત્તાધિશોને સાબરમતીને સ્વચ્છ કરવામાં કંઈ રસ હોય તેવુ દેખાતુ નથી. ઉદ્યોગ સંચાલકને રોકવામાં GPCB પણ કૂણુ વલણ રાખતુ હોય તેવુ જણાઈ આવે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">