Video : ગુજરાતમાં વિરોધ વચ્ચે પઠાણ ફિલ્મના એડવાન્સ બુકિંગની શરૂઆત

ગુજરાતમાં વિરોધ વચ્ચે પઠાણ ફિલ્મના એડવાન્સ બુકિંગની શરૂઆત થઇ ગઇ છે. સરકારે સુરક્ષાની ખાતરી આપતા થિયેટરોમાં ઓનલાઇન-ઓફલાઇન બુકિંગની શરૂઆત થઇ ગઇ છે.પઠાણ ફિલ્મના રિલીઝ સમયે થિયેટરમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 6:43 PM

ગુજરાતમાં વિરોધ વચ્ચે પઠાણ ફિલ્મના એડવાન્સ બુકિંગની શરૂઆત થઇ ગઇ છે. સરકારે સુરક્ષાની ખાતરી આપતા થિયેટરોમાં ઓનલાઇન-ઓફલાઇન બુકિંગની શરૂઆત થઇ ગઇ છે.પઠાણ ફિલ્મના રિલીઝ સમયે થિયેટરમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે.PSI,પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિતનો સ્ટાફ સુરક્ષામાં તૈનાત રહેશે.મહત્વપૂર્ણ છે કે 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે ફિલ્મના કેટલાક દ્રશ્યોને લઇને કેટલાક સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે.

ગુજરાત સહિત દેશભરમાં પઠાણ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ થિયેટરમાં પઠાણ ફિલ્મ રિલિઝ થશે, ગૃહ રાજ્ય પ્રધાનના આ આશ્વાસનનો દાવો કર્યો છે મલ્ટીપ્લેક્સ એસોસિએશને. ગુજરાત સહિત દેશભરમાં પઠાણ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે.  તો બીજી તરફ 25મી જાન્યુઆરીએ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રિલિઝ થવા જઇ રહી છે.

ગૃહ  મંત્રી હર્ષ સંઘવી તરફથી સુરક્ષાની ખાતરી મળ્યાનો દાવો

ત્યારે એસોસિએશનના હોદ્દેદારોએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને સુરક્ષાની માંગણી કરી,મુલાકાત બાદ ગૃહ  મંત્રી હર્ષ સંઘવી તરફથી સુરક્ષાની ખાતરી મળ્યાનો દાવો એસોસિએશનના પ્રમુખે કર્યો. મહત્વપૂર્ણ છે કે ફિલ્મના વિરોધની જાહેરાતને પગલે થિયેટર માલિકો ફિલ્મ રજૂ કરવા મુદ્દે દ્વિધામાં હતા .

20 જાન્યુઆરીથી ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ થયું

તમને જણાવી દઈએ કે, આ એડવાન્સ બુકિંગ ભારતમાં રિલીઝ થનારી તમામ ભાષાઓ માટે હશે. ‘પઠાણ’ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. બીજી તરફ, આ તમામ ભાષાઓના દર્શકો જેઓ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે તેઓ 20 જાન્યુઆરીથી ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ થયું છે.

આ પણ વાંચો :  સોહેલ ખાને મહિલાને બચાવી તો ફેન્સે કહ્યું ‘જેન્ટલમેન’, જુઓ Viral Video

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">