Gir somnath Rain : વેરાવળ-કોડીનાર હાઈવે કરાયો બંધ, સૂત્રાપાડા ફાટક નજીક હાઈવે ઉપર પાણી ફરી વળ્યાં, જૂઓ Video

| Edited By: | Updated on: Jul 19, 2023 | 9:35 AM

ગીર સોમનાથમાં વેરાવળ-કોડીનાર હાઇવે પર પાણી ફરી વળ્યા છે. વરસાદના કારણે વેરાવળ-કોડીનાર હાઇવે પાણીમાં ડુબ્યો છે. સૂત્રાપાડા ફાટક નજીક હાઈવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે.

Gir somnath :ગુજરાતમાં મેઘરાજાએ ધળબળાટી બોલાવી છે. ખાસ કરીને ગીર સોમનાથમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. અતિ ભારે વરસાદના (Rain) કારણે ગીર સોમનાથમાં વેરાવળ-કોડીનાર હાઇવે પર પાણી ફરી વળ્યા છે. વરસાદના કારણે વેરાવળ-કોડીનાર હાઇવે પાણીમાં ડુબ્યો છે. સૂત્રાપાડા ફાટક નજીક હાઈવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. સૂત્રાપાડા ફાટક પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ઘણા વાહનચાલકો અટવાયા છે. અન્ય વાહનચાલકો પણ ન અટવાય તે માટે આ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Monsoon 2023: સાબરકાંઠા અને અરવલ્લીમાં સપ્તાહના વિરામ બાદ વરસાદી માહોલ, વડાલીમાં અઢી ઈંચ ખાબક્યો

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો