Monsoon 2023: સાબરકાંઠા અને અરવલ્લીમાં સપ્તાહના વિરામ બાદ વરસાદી માહોલ, વડાલીમાં અઢી ઈંચ ખાબક્યો

Sabarkantha Aravalli Rainfall Report: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગત રાત્રી બાદ ફરી એકવાર વરસાદી વાતાવરણ સર્જાયુ હતુ. રાત્રી દરમિયાન વડાલી, ઈડર અને ખેડબ્રહ્માં વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વડાલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Monsoon 2023: સાબરકાંઠા અને અરવલ્લીમાં સપ્તાહના વિરામ બાદ વરસાદી માહોલ, વડાલીમાં અઢી ઈંચ ખાબક્યો
વિરામ બાદ વરસાદી માહોલ
Follow Us:
| Updated on: Jul 19, 2023 | 9:23 AM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદ નોંધાયો છે. ફરી એક રાઉન્ડ વરસાદ વરસતા રાહત સર્જાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રી બાદ ફરી એકવાર વરસાદી વાતાવરણ સર્જાયુ હતુ. રાત્રી દરમિયાન વડાલી, ઈડર અને ખેડબ્રહ્માં વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વડાલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વડાલી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. મોડી રાત્રી દરમિયાન વડાલીના રસ્તાઓ પર પાણી વરસાદી પાણી વહ્યા હતા.

ખેડબ્રહ્માં અને ઈડર વિસ્તારમાં બે-બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પોશીનામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતોય પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં હળવા ઝાપટા વરસ્યા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. મોડાસા, બાયડ, માલપુર અને ભિલોડામાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા.

આ પણ વાંચો : Gujarat Video: હિંમતનગરમાં ડોક્ટર ગર્ભ પરિક્ષણ કરતા ઝડપાયો, 572 કિમી દૂરથી આવેલી ટીમે છટકુ સફળ કર્યુ

વરસાદને લઈ ધરોઈમાં આવક નોંધાઈ

સાબરકાંઠા અને ઉપરવાસ વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાને લઈ સ્થાનિક નદીઓ અને રાજસ્થાનથી સાબરમતીમાં ભળતી ઉપનદીઓમાં પાણીની આવક નોંધાઈ હતી. જેને લઈ ધરોઈ ડેમમાં બુધવારે સવારે આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. સવારે સાડા આઠ હજાર ક્યુસેક આવક નોંધાઈ હતી. ધરોઈ ડેમની જળ સપાટી 614 ફુટ કરતા વધારે પહોંચી છે અને હવે રુલ લેવલથી ચાર ફુટ કરતા ઓછુ અંતર રહ્યુ છે. ડેમમાં જળ સંગ્રહ 71 ટકા કરતા વધુ નોંધાયો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ (સવારે 6.00 કલાક સુધી)

  • વડાલી 64 મીમી
  • ઇડર 47 મીમી
  • ખેડબ્રહ્મા 46 મીમી
  • પોશીના 23 મીમી
  • હિંમતનગર 13 મીમી
  • તલોદ 09 મીમી
  • પ્રાંતિજ 04 મીમી
  • વિજયનગર 00 મીમી

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ (સવારે 6.00 કલાક સુધી)

  • મેઘરજ 28 મીમી
  • મોડાસા 10 મીમી
  • બાયડ 09 મીમી
  • માલપુર 08 મીમી
  • ભિલોડા 03 મીમી
  • ધનસુરા 00 મીમી

ધરોઈ ડેમની વર્તમાન સ્થિતી

  • હાલની સપાટી-614.23
  • રુલ લેવલ-618.04
  • મહત્તમ સપાટી-622.04
  • હાલની જળસંગ્રહ સ્થિતી-71.67

નોંધાયેલ નવી આવક

  • સવારે 5.00 કલાકે 4305 ક્યુસેક
  • સવારે 6.00 કલાકે 8611 ક્યુસેક
  • સવારે 7.00 કલાકે 8611 ક્યુસેક
  • સવારે 8.00 કલાકે 8611 ક્યુસેક
  • સવારે 9.00 કલાકે 8611 ક્યુસેક

આ પણ વાંચો :  Dharoi Dam: ધરોઈ ડેમમાં નવી આવક નોંધાઈ, ભયજનક સપાટીથી જાણો કેટલી દૂર છે વર્તમાન જળ સપાટી

 સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">