Gujarati Video : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, ભારે વરસાદની સ્થિતિ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

Gujarati Video : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, ભારે વરસાદની સ્થિતિ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 19, 2023 | 9:15 AM

આજે સવારે 10 વાગે કેબિનેટની બેઠક મળશે. જેમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા તથા જરુરી સુચનાઓ અપાશે. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત અંગે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.

cabinet meeting : આજે ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવશે. આજે સવારે 10 વાગે કેબિનેટની બેઠક મળશે. જેમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા તથા જરુરી સુચનાઓ અપાશે. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત અંગે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar: પ્રકૃતિ બચાવવા સેવાભાવિ સંસ્થા દ્વારા માણસામાં હાથ ધરાયા વિવિધ કાર્યક્રમ- જુઓ Video

વરસાદ બાદ પાકના વાવેતરની સ્થિતિ અંગે સમીક્ષા

આ સાથે જ વરસાદ બાદ પાકના વાવેતરની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય જરુરી નિતિ વિષયક બાબતો પર ચર્ચા અને નિર્ણય કરવામાં આવશે. તેમજ આગામી 15 ઓગસ્ટના કાર્યક્રમ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. તો આ અગાઉમાં રાજ્યમાં ખરીફ ઋતુ દરમિયાન કરાયેલ વાવણીને લઈને પણ આંકડાકીય સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

 ગાંધીનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">