માર્ગ સલામતીને લઈ પોલીસ વિભાગ સતત ટ્રાઈફ નિયમોનું ફાલના કરવવા કામગીરી કરતી આવી છે. જેમાં રસ્તા પર બેફામ હેલ્મેટ કે ગાડીના કાગળો વગર વાહન હંકારનાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને મોબાઈલ પર વાત કરતા અને ટ્રાફિક નિયમનો ભંગ કરનાર લોકો પર પોલીસના CCTV કેમેરા 24 ક્લાક નજર રાખી રહ્યા છે. તેમાં હવે રાજકોટમાં ઇ મેમો નહીં ભરનાર લોકોના વાહન ડિટેઇન કરાશે તેવું ટ્રાફિગ વિભાગ દ્વારા જણાવ્યુ છે. જે વાહનોના ચાર કે તેથી વધુ ઇ મેમો બાકી હશે તેવા વાહનોને ડિટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : 12 વર્ષની અનાથ કિશોરીને અમેરિકાના દંપતીએ લીધી દત્તક
કોઈ વ્યક્તિ CCTV કેમેરામાં ટ્રાફિક નિયમનો ભંગ કરતો જણાઈ આવે તો તેના ઘરે મેમો મોકલવામાં આવે છે. જેમાં હવે રાજકોટમાં ઇ મેમો નહીં ભરનાર લોકો સામે કાર્યવાહી માટે ટ્રાફિક પોલીસે તૈયારી કરી લીધી છે. ટ્રાફિક પોલીસે શહેરમાં ઈ મેમો નહીં ભરનાર 1400થી વધુ વાહનચાલકોની લિસ્ટ તૈયાર કર્યું છે. દંડની રકમ નહીં ભરે તેના વાહનો સ્પેશ્યલ ડ્રાઇવ કરી ડિટેઇન કરાશે. કોર્ટે 4થી વધુ બાકી મેમો ધરાવનાર લોકોના વાહન ડિટેઇન કરવા માટે મંજૂરી આપી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:48 pm, Tue, 9 May 23