Kheda : પતરાના શેડ નીચે ધમધમતી હોસ્પિટલને PMJAY યોજનામાંથી કરાઈ સસ્પેન્ડ, જુઓ Video
ખેડાના મહેમદાબાદમાં પતરાના શેડમાં ચાલતી વેદ હોસ્પિટલ વિવાદમાં આવી હતી. પતરાના શેડ નીચે ધમધમતી વેદ હોસ્પિટલ સામે આશરે દોઢ મહિના પછી કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદના ખ્યાતિકાંડ બાદ નસબંધી કાંડ હોય કે પછી સુરતમાંથી ઝોલા છાપ ડોકટરો ઝડપાયા હોવાની ઘટના સામે આવી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડાં થતી હોય તેવી અનેક ઘટનાઓ સતત બહાર આવી રહી છે. ત્યારે ખેડાના મહેમદાબાદમાં પતરાના શેડમાં ચાલતી વેદ હોસ્પિટલ વિવાદમાં આવી હતી. પતરાના શેડ નીચે ધમધમતી વેદ હોસ્પિટલ સામે આશરે દોઢ મહિના પછી કાર્યવાહી કરવામાં આવી છે.
પતરાના શેડમાં ચાલતી વેદ હોસ્પિટલ સામે કાર્યવાહી
વેદ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે. 19 ડિસેમ્બરે TV9એ વેદ હોસ્પિટલનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. પતરાના શેડ નીચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલતી હોવાનો પર્દાફાશ કર્યો હતો. TV9ના અહેવાલ બાદ તંત્રએ તપાસના આદેશ આપ્યા હતા.
વિવિધ ગેરરીતિ અને બેદરકારીને લઈ આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની 15 હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. સારવારમાં બેદરકારી, PMJAYમાં ગેરરીતિ, સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજરનું પાલન નહીં કરવું જેવા વિવિધ કારણો સામે આવતાં હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ 28 જેટલી હોસ્પિટલને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના

દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ

ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું

બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
