Ahmedabad : અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી, જુઓ Video

Ahmedabad : અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી, જુઓ Video

| Edited By: | Updated on: Mar 19, 2025 | 2:55 PM

અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક બાદ પોલીસે પણ કડક પગલા લીધા છે. અમદાવાદમાં ગુનાખોરીને અટકાવવા માટે 28 PIની આંતરિક બદલી કરવામાં આવી છે. રામોલના PI એલ.બી. ચૌધરીની કંટ્રોલ રુમમાં બદલી કરવામાં આવી છે.

અમદાવાદમાં વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક બાદ પોલીસે પણ કડક પગલા લીધા છે. અમદાવાદમાં ગુનાખોરીને અટકાવવા માટે 28 PIની આંતરિક બદલી કરવામાં આવી છે. રામોલના PI એલ.બી. ચૌધરીની કંટ્રોલ રુમમાં બદલી કરવામાં આવી છે. જ્યારે લીવ રિઝર્વમાં રહેલા 4 PIને પોસ્ટિંગ અપાયા છે. પૂર્વ વિસ્તારના મોટા ભાગના PIની બદલી કરવામાં આવી છે. જે PI લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા તેવા PIની બદલી કરવામાં આવી છે.

હરકતમાં આવી રાજ્યભરની પોલીસ !

રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે પોલીસ કડક વલણ અપનાવી રહી છે. જામનગરમાં 1 હજાર 07 ગુંડાતત્વોની યાદી તૈયાર કરાઈ છે. ગુનાહિત ઈતિહાસ ધરાવનારા આરોપીઓને ત્યાં ચેકિંગ કરી દરેક વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો અસામાજિક તત્વો સામે ગાંધીનગર પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા SPની હાજરીમાં રાત્રિ દરમિયાન પોલીસે અનેક વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું હતુ. આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

લુખ્ખા તત્વો સામે પોલીસની લાલ આંખ !

આ તરફ સુરતના પાંડેસરામાં હિસ્ટ્રીશીટરોના ઘરે પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. DCP વિજયસિંહ ગુર્જરે ગુનેગારોને કાયદામાં રહેવાની સૂચના આપી કાયદાનો પાઠ ભણાવ્યો. આ જ રીતે ખેડા જિલ્લા પોલીસે પણ નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં નાઈટ કોમ્બિંગ યોજ્યું હતુ. જે દરમિયાન 1 હજાર 52 વાહનનું ચેકિંગ કરાયું. આ સાથે જ 13 દારૂડિયાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો