Ahmedabad : વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓના ગેરકાયદેસર ઘરો પર ફરી વળ્યુ દાદાનું બુલડોઝર, જુઓ Video
અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓ પર તવાઈ બોલાવી છે. વસ્ત્રાલમાં ખુલ્લેઆમ આતંક ફેલાવનાર અસામાજિક તત્વોના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આરોપી રાજવીરસિંહ બિહોલાના ઘરે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. વસ્ત્રાલમાં ખુલ્લેઆમ આતંક ફેલાવનાર અસામાજિક તત્વોના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું. આરોપી રાજવીરસિંહ બિહોલાના ઘરે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ અલ્કેશ જાદવના ઘરે પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસે જાહેરમાં આરોપીની માફી મંગાવી ઉઠક બેઠક કરાવી છે. ડિમોલેશન કરવા જતા આરોપીઓના પરિવારની મહિલાઓએ હોબાળો મચાવ્યો છે. રાજવીર તોડફોડ સમયે હાજર નહીં હોવાનો આક્ષેપ કર્યો છે. મહિલાઓએ પણ આત્મવિલોપનની ચીમકી આપી છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
આરોપીઓના ઘર પર ફરી વળશે બુલડોઝર
બીજી તરફ શ્યામ કામલે નામના આરોપીના ઘરે પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. AMC દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ભાઈપુરા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાન તોડી પડાયા છે. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
ડિમોલિશન કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ડિમોલિશન થતા ત્રણેય મકાનોની સમીક્ષા કરી છે. પકડાયેલા 14 આરોપીમાંથી 7 આરોપીઓના મકાન ગેરકાયદે બનાવવામાં આવ્યા હતા. સાતેય મકાનો તબક્કાવાર તોડી પાડવામાં આવશે. આજે ત્રણ મકાનોનું ડિમોલેશન કરવામાં આવેશે.