Valsad : ગુજરાતમાં ચોમાસાનું (Monsoon 2023) આગમન થઇ ચુક્યુ છે. ગઇકાલથી જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની (Rain ) શરુઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ ઉમરગામમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઉમરગામમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ઉમરગામ પાવર હાઉસ નજીકના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. પહેલા જ વરસાદમાં અહીં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઇ છે. અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે. પહેલા વરસાદમાં જ રસ્તાઓ અને ઘરોમાં પાણી ફરી વળ્યા છે.
આ પણ વાંચો –Gujarati Video : લોકસભા ચૂંટણી પહેલા પહેલી વાર PM મોદી 10 લાખથી કાર્યકર્તાઓને સંબોધશે
ગુજરાત સહિત વલસાડ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો