Gujarati Video : લોકસભા ચૂંટણી પહેલા પહેલી વાર PM મોદી 10 લાખથી કાર્યકર્તાઓને સંબોધશે
આવતીકાલે 11 વાગે વડાપ્રધાન મોદી દેશમાં ભાજપના 10 લાખથી વધુ બુથ કાર્યકર્તાને સંબોધન કરવાના છે. ત્યારે ગુજરાતમાં 51000થી વધુ બુથમાં કાર્યકર્તાઓ જોડાશે.
Gandhinagar : લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) કાર્યકર્તાઓને પ્રથમ વાર વર્ચ્યુઅલ સંબોધન કરશે. આવતીકાલે 11 વાગે વડાપ્રધાન મોદી દેશમાં ભાજપના 10 લાખથી વધુ બુથ કાર્યકર્તાને સંબોધન કરવાના છે. ત્યારે ગુજરાતમાં 51000થી વધુ બુથમાં કાર્યકર્તાઓ જોડાશે.
આ પણ વાંચો- Gujarati Video : લોકગાયક કીર્તિદાન ગઢવીએ કમાને કરાવી વિદેશ સફર, દુબઇના લોકડાયરામાં આપશે હાજરી
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સરકારના મંત્રી, ધારાસભ્યો, ભાજપ પ્રદેશના હોદ્દેદારો સહિત ભાજપ હોદ્દેદારો અલગ અલગ બુથથી આ કાર્યક્રમમાં જોડાશે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારમાં 9 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે 9 સાલ બેમિસાલ હેઠળ છેલ્લા એક મહિનાથી આ કેમ્પઈન ચાલી રહ્યુ છે. જે અંતર્ગત હવે વડાપ્રધાન કાર્યકર્તાઓને સંબોધશે.