પાવર ગ્રીડ પ્રોજેકટની કામગીરી શરૂ કરાશે તો થશે આંદોલન, આદિવાસી સમાજની સરકારને ચીમકી

| Edited By: | Updated on: Nov 11, 2023 | 7:50 PM

આદિવાસી વિસ્તારોમાં વિવિધ વિકાસ પ્રોજેકટને લઈ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે ગોઈમાં ખાતે પ્રોજેકટની કામગીરીને લઈ વિરોધ શરૂ થયો છે. જેમાં આદિવાસી આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે જો આ પ્રોજેકટની કામગીરી શરૂ કરવામાં આવશે તો આદિવાસી સમાજ દ્રારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી.

વલસાડ જિલ્લામાં હાઈ પાવર સ્ટેશન હટાવવા મોડી રાત્રે આદિવાસી સમાજ દ્વારા આક્રોશ જન સભા યોજાઇ. પારડી તાલુકાના ગોઈમાં ખાતે આક્રોશ સભા યોજાઈ છે. ગોઈમાં ગામ ખાતે બનવા જઈ રહેલા પાવર ગ્રીડ પ્રોજેક્ટનો વિરોધ કરાયો છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત આદિવાસી સમાજના આગેવાનો આ સભામાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : વીડિયો : તહેવારો વચ્ચે ગુજરાતમાં ફૂડ અને ડ્રગ વિભાગનો સપાટો, સુરત,વલસાડ,અમદાવાદમાં શંકાસ્પદ ખાદ્યપદાર્થ ઝડપ્યો

દક્ષિણ ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં વિવિધ પ્રોજેકટને લઈ ઠેર ઠેર વિરોધ ઉઠી રહ્યા છે. ત્યારે ફરી વાર ગોઈમાં ખાતે આ વિરોધના ભણકારા વાગ્યા છે. ગોઈમાં ખાતે વિરોધ સ્સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં પાવર ગ્રીડ પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસીઓ સભામાં જોડાયા. પાવર ગ્રીડ પ્રોજેકટની કામગીરી જો શરૂ કરવામાં આવશે તો આદિવાસી સમાજ દ્રારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની અપાઈ ચીમકી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો