ઉપલેટામાં (Upleta) પડેલા વરસાદથી કાચા મકાનને નુકસાન થયું છે. મકાનની છત અને દિવાલ ધરાશાયી થયા છે. ગાધા રોડ પાસેના રહેણાંક મકાનને નુકસાન થયું છે. ભારે વરસાદથી પાણી ઘરમાં ઘુસ્યા બાદ ઘટના બની છે. પરિવારની ઘરવખરીને પણ નુકસાન થયું છે.