વલસાડ : અતુલ ગામને ‘પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર’ એનાયત થયું, જુઓ વીડિયો

|

Jun 14, 2024 | 11:11 AM

વલસાડ : તંત્ર અને લોકોનો સહકાર બંને મળે ત્યારે વિકાસ ચરમસીમા પર પહોંચે છે. આ વાતને વલસાડનું અતુલ ગામ સાર્થક કરે છે જેણે  પ્રકૃતિને ખૂબ સારી રીતે સાચવી રાખી છે સાથે વિકાસના પણ અનેક કામો કર્યા છે.

વલસાડ : તંત્ર અને લોકોનો સહકાર બંને મળે ત્યારે વિકાસ ચરમસીમા પર પહોંચે છે. આ વાતને વલસાડનું અતુલ ગામ સાર્થક કરે છે જેણે  પ્રકૃતિને ખૂબ સારી રીતે સાચવી રાખી છે સાથે વિકાસના પણ અનેક કામો કર્યા છે.

અતુલ ગામને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ તરફથી ‘પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર’ પણ એનાયત થયું છે. મહત્વનું છે કે અતુલ ગામમાં ગ્રીન પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે તે અંતર્ગત ગ્રીન એવોર્ડ મળ્યો છે. અતુલ ગામે ગુજરાતમાં પહેલો અને ભારતમાં છઠો ક્રમાંક મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે, વલસાડના અતુલ ગામમાં ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત ઘરે-ઘરે સોલાર લાઈટ, ગામમાં પાકા રસ્તાઓ, પોલીસ સ્ટેશન, આંગણવાડીની સરાહનીય કામગીરી કરાઇ છે. એટલું જ નહીં સ્વછતા અંતર્ગત ડોર ટુ ડોર કચરો લેવા તેમજ ધનકચરાના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા કરાઇ છે.આ  ઉપરાંત સ્મશાન ભૂમિમાં લાકડાના બદલે ગેસની સગડી વાપરવામાં આવે છે જેથી પ્રદૂષણ ઓછું થાય છે. વધુમાં વધુ વૃક્ષો વાવવા, ઘરે-ઘરે ગેસ કનેકશન, સ્ટ્રીટ લાઈટ, સોલાર પ્રોજેક્ટ જેવા ગ્રીન પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે.

અતુલ ગામને 7 કેટેગરી અંતર્ગત સિલેકટ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પહેલો ગ્રીન એવોર્ડ મળતા અતુલ ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. ખરેખર અતુલ ગામના તંત્ર અને ગ્રામજનોએ ખૂબ સરાહનીય કામગીરી કરી છે.

Published On - 9:32 am, Fri, 14 June 24

Next Video