Valsad Accident Video : ટામેટા ભરેલી ટ્રક નેશનલ હાઇવે 48 પર પલટી ગઇ, ટ્રક અને બે કારને પણ અડફેટે લીધા

|

Aug 07, 2023 | 10:01 AM

મોડી રાતે નેશનલ હાઇવે 48 ઉપર ખાડાના કારણે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક ટ્રક અને બે કારને તેણે અડફેટે લીધી હતી. સાથે જ ટામેટા ભરેલો ટ્રક (Truck) હાઇવે પર પલટી મારી ગયો હતો.

Valsad : વલસાડના સુગર ફેકટરી નજીક અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. મોડી રાતે નેશનલ હાઇવે 48 ઉપર ખાડાના કારણે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક ટ્રક અને બે કારને અડફેટે લીધી હતી. સાથે જ ટામેટા ભરેલો ટ્રક (Truck) હાઇવે પર પલટી મારી ગયો હતો. જેના કારણે હાઇવે પર ટામેટા (Tomato) વેરાઇ ગયા હતા. અકસ્માતની ઘટનાને પગલે નેશનલ હાઇવે 48ને 5 કલાક માટે બંધ કરાવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- Tender Today : ESRના રિકન્સ્ટ્રકશન સહિત વોટર સપ્લાય પ્રોજેક્ટના કામ માટે માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

અકસ્માતની ઘટનાની જાણ થતા જ વલસાડ રૂરલ પોલીસે સ્થળ પર પહોચી ગઇ હતી અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. નેશનલ હાઇવે 48 પર પડેલા ખાડાના કારણે સુગર ફેકટરી નજીક એક મહિનામાં 5 ગંભીર અકસ્માતો સર્જાયા છે. હાલની ઘટનામાં અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. જો કે લોકોમાં વારંવાર સર્જાતા અકસ્માતને લઇને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:00 am, Mon, 7 August 23

Next Video