Breaking News : વલસાડ જિલ્લાના વાપીના મોરાઈમાં નિર્માણાધીન બ્રિજનો બિમ સ્લેબ સાથે ધરાશાયી, જુઓ Video
વલસાડના વાપીના મોરાઈમાં નિર્માણાધીન બ્રિજનો બિમ ધરાશાયી થયો છે. બિમ સાથે બ્રિજનો સ્લેબ નીચે પડતા ભાગદોડ મચી છે. મળતી માહિતી અનુસાર સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
Valsad : વલસાડના વાપીના મોરાઈમાં નિર્માણાધીન બ્રિજનો બિમ ધરાશાયી થયો છે. બિમ સાથે બ્રિજનો સ્લેબ નીચે પડતા ભાગદોડ મચી છે. મળતી માહિતી અનુસાર સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મોરાઈ ખાતે રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બની રહ્યો હતો. બ્રિજનું કામ બંધ હતુ ત્યારે સ્લેબ સાથે એક સાઈડનો બિમ પડ્યો હતો.
આ પણ વાંચો : Valsad : દારુબંધીના જાહેરમાં ધજાગરા, યુવકે કેક ઉપર બિયરના ટીન અને દારૂની બોટલ મૂકી જન્મદિવસની ઉજવણી કરી, જૂઓ Video
તો બીજી તરફ તાપીના મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પહેલા જ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. તાપીના વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો હતો. લોકાર્પણ પહેલા જ પુલ તૂટી પડતા (Bridge collapse) લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પૂલ તુટી પડતા 15 જેટલા ગામોને અસર થઇ હતી. આ સાથે જ પુલની ગુણવત્તાને લઇને પણ સવાલ ઊભા થયા હતા.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
