કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરવાની માગ સાથે રાજકોટ મનપાના કામદાર યુનિયન મંડળે આજે વિરોધ પ્રદર્શન યોજ્યું હતુ. મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકોએ એકઠા થઇને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી વિશાળ રેલીની શરૂઆત કરી હતી. આ રેલીમાં સમાજ અને યુનિયનના લોકો જોડાયા હતા. હોસ્પિટલ ચોકથી RMC કચેરી સુધીની રેલીમાં વાલ્મિકી સમાજના લોકોએ થાળી વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
વાલ્મિકિ સમાજની માગ છે કે કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરીને કાયમી ભરતી કરવામાં આવે. તો કામદાર યુનિયનના સભ્યોનો આરોપ છે કે, રાજ્ય સરકાર પાછલા 26 વર્ષથી માગ નહીં સ્વીકારીને અન્યાય કરી રહી છે અને કોન્ટ્રાક્ટ પ્રથા દ્વારા 5 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ત્યારે જો રાજ્ય સરકાર હવે કામદાર યુનિયનની માગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…