Valentines Day Special : સુરતની ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ PM Modiને આપશે 151 ગોલ્ડ રોઝથી બનાવેલું ” વેલેન્ટાઇન ટ્રી” , જુઓ અદ્ભૂત Video

ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને વેલેન્ટાઈન ટ્રી બનાવ્યું છે. જે વિદ્યાર્થીઓ પીએમ મોદીને આપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 9:03 AM

કોઇના પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરવાનો દિવસ એટલે “વેલેન્ટાઇન ડે” વેલેન્ટાઈન ડેની યંગસ્ટર્સ ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. વેલેન્ટાઇન ડે હોવાને લઈને કોલેજમાં વિદ્યાર્થી અલગ અલગ રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા જોવા મળે છે. ત્યારે સુરતની ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બધાથી અલગ સ્ટાઈલમાં વેલેન્ટાઈન ડે ઉજવવાનું પ્લાનિંગ કર્યું છે.

આ પણ વાંચો : Surat: ડીંડોલીમાં ડિવાઇડર સાથે અથડાતા બાઇક સવારનું મોત, અન્ય ઇજાગ્રસ્ત સારવાર હેઠળ

ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને વેલેન્ટાઈન ટ્રી બનાવ્યું છે. જે વિદ્યાર્થીઓ પીએમ મોદીને આપશે. 151 ગોલ્ડ રોઝથી આ વેલેન્ટાઇન ટ્રી બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે દેશના પીએમ મોદી તેમના આદર્શ છે. તેઓ હરહંમેશ વિદ્યાર્થીની ચિંતા કરતા હોય છે. પીએમ મોદી વિદ્યાર્થીઓના યુથ આઇકોન માનવામાં આવે છે. આ રોઝ ગોલ્ડની પીએમ મોદીને કાયમી યાદગીરી રહે તે માટે ગિફ્ટ આપવા માગીએ છીએ.

તો વેલેન્ટાઇન ટ્રી બનાવનારનું કહેવું છે કે ઓરો યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થી અમારી પાસે આવ્યાં હતા અને પીએમને ગિફ્ટ આપવાની તૈયારી બતાવી હતી. જેથી અમે વિદ્યાર્થીઓને ગોલ્ડ રોઝનો કોન્સેપ્ટ આપ્યો હતો. લાલ ગુલાબ સમયે મુરજાઇ જાય છે જ્યારે આ ગોલ્ડ રોઝ હરહંમેશ માટે એમ જ રહે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">