Vadodra Breaking News : માંજલપુર બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત, યોગેશ પટેલની ખાલી પડેલી સીટ પર યોજાશે મતદાન

| Updated on: Jul 02, 2026 | 2:55 PM

યોગેશ પટેલના નિધન બાદ આ સીટ ખાલી પડી રહી હતી જેને લઈને હવે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેને લઈને હવે ચૂંટણી પંચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. મળતી માહિતી 30 જુલાઈના રોજ મતદાન યોજાવાનું છે.

ભાજપના લોકપ્રિય નેતા અને વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ તેમની ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠકની સીટ પર પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. યોગેશ પટેલના નિધન બાદ આ સીટ ખાલી પડી રહી હતી જેને લઈને હવે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેને લઈને હવે ચૂંટણી પંચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. મળતી માહિતી 30 જુલાઈના રોજ મતદાન યોજાવાનું છે.

માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર

માંજલપુર વિધાનસભાની ખાલી પડી રહેલ સીટ પર ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. હવે 14મી જુલાઈએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે, જ્યારે 16મી જુલાઈ સુધી ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. આ ચૂંટણી 30 જુલાઈના રોજ યોજાવાની છે અને તેના 3 દિવસ બાદ 3 ઓગસ્ટના રોજ મતગણતરી કરવામાં આવશે અને પરિણામ જાહેર કરવામાં આવશે

30 જુલાઈએ મતદાન થશે

MLA યોગેશ પટેલ વડોદરાના રાજકારણમાં એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા, જેમણે લાંબા સમય સુધી રાવપુરાની જનતાની સેવા કરી અને માંજલપુર સહિત સમગ્ર વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. માંજલપુરની આ બેઠક પર તેઓ છેલ્લા 3 ટર્મથી ચૂંટાઈ આવતા હતા. તેઓ કુલ 8 વખત ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતુ.

યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી સીટનું મતદાન

યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને હવે રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ માટે પોતાની પરંપરાગત બેઠક જાળવી રાખવાનો પડકાર રહેશે, જ્યારે વિપક્ષી પક્ષો પણ આ બેઠક જીતવા માટે વ્યૂહરચના ઘડી રહ્યા છે. આગામી દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થતાં ચૂંટણીનો માહોલ વધુ તેજ બનવાની સંભાવના છે.

Breaking News : જૂનાગઢમાં પહેલા વરસાદમાં જ ખુલ્લી ગટર જીવતી આફત, અનેક લોકો પટકાયા, જુઓ CCTV ફૂટેજ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us