AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશ પર વાગી રહ્યા છે સૌથી મોટા અનાજ સંકટના ભણકારા, વિદેશમંત્રી એસ જયશંકરની ચેતવણીથી ખળભળાટ- વાંચો

શું દેશ અને દુનિયા પર સૌથી મોટા અનાજ સંકટનો ખતરો તોળાઈ રહ્યો છે. અમેરિકામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે વિશ્વને આ અંગે ચેતવ્યુ છે. હાલ એક તરફ વાતાવરણની પેટર્ન બદલાઈ છે બીજી તરફ પ્રશાંત મહાસાગરમાં સુપર અલનિનો એક્ટિવ થઈ રહ્યુ છે જેનાથી ક્યાંક અતિશય વરસાદ તો ક્યાંક કાળજાળ ગરમીની સ્થિતિ સર્જાશે. જેની સીધી અસર પાક ઉત્પાદન પર જોવા મળશે. ખાસ કરીને સુપર અલનિનોથી એશિયાના દેશો સૌથી વધુ પ્રભાવિત થશે જેમા ભારત ની વસ્તીને જોતા ભારત માટે ગંભીર અનાજની અછત સર્જાવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે આવો જાણીએ શું છે સુપર અલ નિનો અને ભારતને કેવી રીતે કરશે પ્રભાવિત- વાંચો

દેશ પર વાગી રહ્યા છે સૌથી મોટા અનાજ સંકટના ભણકારા, વિદેશમંત્રી એસ જયશંકરની ચેતવણીથી ખળભળાટ- વાંચો
| Updated on: Oct 01, 2026 | 9:50 PM
Share

વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન વિશ્વ સામેના પડકારોનો ઉલ્લેખ કરતા ભારતના સંદર્ભમાં  ખાદ્યાન્ન સંકટ અંગે વાત કરી. જેમા ઊર્જા અને ફર્ટિલાઈઝર્સ (ખાતરો) ની સાથે-સાથે અનાજના સંકટનો પણ ઉલ્લેખ કર્યો. જે બાદ દેશમાં અનેક આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.

એકતરફ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહી ચુક્યા છે કે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક દુષ્કાળને કારણે પહેલેથી જ પાક નુકસાનની સ્થિતિ બનેલી છે. વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યુ કે અમે સુપર અલ નિનોની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છીએ. જેને જોતા ભારત પર સૌથી મોટુ ખાદ્યાન્ન સંકટ આવવાનું જોવાઈ રહ્યુ છે. સમગ્ર દુનિયા અત્યારે એક મોટા સંકટનો સામનો કરી રહ્યુ છે. પશ્ચિમ એશિયામાં તણાવને પગલે પહેલેથી જ વિશ્વમાં ઊર્જાનું સંકટ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રશિયા- યુક્રેન યુદ્ધને કારણે રાસાયણિક ખાતર સંકટ પણ ચાલી રહ્યુ છે.

ભારતમાં વિષમ વાતાવરણને કારણે ક્યાંક અતિ ભારે વરસાદ તો ક્યાંક સાવ દુષ્કાળની સ્થિતિને કારણે પાક નાશ પામ્યો છે. ઉપરથી અલ નિનોની ચેતવણીએ ચિંતા વધારી દીધી છે. આ સમયે વિદેશમંત્રી એસ જયશંકરે ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકામાં એક કાર્યક્રમમાં જયશંકરે મધ્ય-પૂર્વ અને બ્લેક સીમાં ચાલી રહેલા યુદ્ધોને કારણે દુનિયામાં આવી રહેલી કટોકટી પર ચિંતા વ્યક્ત કરી. જયશંકરે ભારતમાં ખાદ્યાન્ન અને ખાતરની અછત અંગેનો ઉલ્લેખ કર્યો તો સહુ ચોંકી ગયા છે.

મધ્ય એશિયા અને રશિયા-યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધને કારણે જયશંકરે તેમની ચિંતા વ્યક્ત કરી. પરંતુ ભારતની સમસ્યા આ ઉપરાંત હવામાન પણ છે. હાલ મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ બનેલી જોઈ શકાય છે. ઉભા પાકને જો પાણી ન મળ્યુ તે પાક બળી જવાની ભીતિ છે. બીજી તરફ અનેક એવા રાજ્યો છે જ્યાં ભારે વરસાદને કારણે પાક બર્બાદ થઈ ગયો. ખેતરોમાં લહેરાતા ઘઉંના પાક પૂરના પાણીમાં તણાઈ ગયો. ખુદ કૃષિમંત્રી સ્વીકારી ચુક્યા છે કે આ વર્ષે 12% વરસાદ ઓછો થયો છે. વરસાદી ઘટને કારણે ખરીફ પાકોમાં ઓછુ વાવેતર નોંધાયુ છે.

ખરીફ વાવેતરમાં નોંધાયો ઘટાડો 

ખાદ્યાન્ન સંકટને લઈને ચિંતા એ વાતને લઈને પણ છે કે આ વખતે ખરીફ પાકોનું વાવેતર ક્ષેત્રફળ ગત વર્ષ કરતા એક ટકા ઓછુ રહ્યુ છે. જેનાથી અનાજનું ક્ષેત્રફળ લગભગ 16.32 લાખ હેક્ટર ઘટ્યુ છે. જેનાથી મકાઈ, સોયાબિન અને કપાસનું ઉત્પાદન ઘટ્યુ છે. જો કે અડદ, બાજરી, જુવાર, તુવેર, તેલ, સુરજમુખીનું ઉત્પાદન વધ્યુ છે પરંતુ ભારે વરસાદને કારણે આવેલા પૂરથી 6.11 લાખ હેક્ટરમાં પાક પ્રભાવિત થયો છે.

વરસાદને કારણે કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાનના કેટલાક હિસ્સામાં નુકસાનની જાણકારી મળી છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. અહીંના ખેડૂતો ચોમાસાની રાહ જોતા જ રહી ગયા અને ખેતરમાં સોયાબિન અને કપાસ સહિતના પાકો પાણીની અછતને કારણે બર્બાદ થઈ ગયા. હાલ સ્થિતિ એ છે કે દુષ્કાળે ખેડૂતોને ક્યાંય ના નથી રહેવા દીધા.

વરસાદના ડેટા જણાવે છે કે મહારાષ્ટ્રના અનેક જિલ્લા દુષ્કાળથી પ્રભાવિત છે. આ જિલ્લાઓમાં અમરાવતી, નાગપુર, વર્ધા, અકોલા, બુલઢાણા, વાશીમ, યવતમાલ, ચંદ્રપુર, હિંગોળી, પરભણી, બીડ, સોલાપુર, સાંગલી અને સતારા સામેલ છે. રાજ્યના રિપોર્ટ અનુસાર અનેક જિલ્લાઓમાં વરસાદમાં મોટો ઘટાડો નોંધાયો છે. સોલાપુર સૌથી વધુ દુષ્કાળથી પ્રભાવિત છે. જ્યાં 56% વરસાદની અછત રહી. ચોમાસામાં 21 થી 43 દિવસ સુધી વરસાદ ન પડ્યો. આ તરફ મરાઠાવાડાના અન્ય જિલ્લાઓમાં પણ લાતૂર, ધારાશિવ, બીડ અને પરભણીમાં 33 થી 40 વરસાદની ઘટ રહી. સરકારના રિપોર્ટ અનુસાર પાકને 60 % થી વધુ નુકસાન થઈ શકે છે. સોયાબિનના પાકમાં 80 થી 90% ની ઘટનું અનુમાન છે. તો બાજરી, મકાઈ અને તુવેરદાળના પાકમાં 60-70% સુધી નુકસાન થઈ શકે છે. સરકાર પણ માને છે કે મહારાષ્ટ્રમાં દુષ્કાળને કારણે સ્થિતિ બદ્દથી બદ્દતર છે.

રવિ પાક પર પણ મૌસમનો માર પડવાની આશંકા

ખરીફ પાક સંપૂર્ણપણે બર્બાદ થઈ ગયો છે. હજુ રવિપાક પર પણ સંકટ તોળાઈ રહ્યુ છે. અલનિનોને કારણે રવિ પાક પર પણ બર્બાદીનું સંકટ તોળાઈ રહ્યુ છે. પર્યાવરણ પર નજર રાખી રહેલી વૈશ્વિક સંસ્થાઓએ ચેતવ્યા છે કે અલનિનોના સક્રિય થયા બાદ હવામાન માં વ્યાપક પ્રમાણમાં ફેરફાર જોવા મળશે. ક્યાંક અતિશય વરસાદ તો ક્યાંક બહુ ગરમી પડશે. ભારતના કેન્દ્રમાં રાખીને જોઈએ તો ઓક્ટોબર-નવેમ્બર બાદ ઠંડી વધે છે, પરંતુ અલનિનોની અસરને કારણે તાપમાનમાં વધારો થશે. ગરમી વધુ પડશે જેના કારણે હવામાન ભેજ ઘટશે, મોઈશ્ચર નહીં જળવાય. જેની સીધી અસર રવિ પાક પર જોવા મળશે. ખાસ કરીને ઘઉંના પાક પર તેની સીધી અસર જોવા મળશે. એશિયાઈ દેશો પહેલેથી જ વૈશ્વિક સંકટનો સામનો કરી રહ્યા છે. આપણી સમક્ષ ઊર્જા સંકટ તો મોં ફાડીને ઉભુ જ છે. એવા સમયે અનાજના વાવેતર અને પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર પણ તેની અસર જોવા મળશે.

સુપર અલ નિનો મોટુ સંકટ લઈને આવ્યો છે, જેનો પ્રત્યક્ષ પ્રભાવ ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશો પર પડશે. ભારત એટલા માટે કારણ કે અહીં વસ્તીની દૃષ્ટિએ જેટલુ ઉત્પાદન જોઈએ તેટલુ નહીં મળે. ભારત પોતાના અનાજ પર આત્મનિર્ભર છે પરંતુ અલનિનોને કારણે ખાદ્યાન્ન સંકટ સર્જાશે. એકતરફ ચોમાસાની પેટર્ન બદલાઈ છે અને બીજીતરફ અલનિનોના પ્રભાવને કારણે ખાદ્યાન્ન સંકટ સર્જાશે. વિદેશમંત્રીએ પણ સુપર અલનિનો નો ઉલ્લેખ કર્યો.

શું હોય છે સુપર અલનિનો?

અલનિનો એક એવુ સંકટ છે જેના વિશે સમગ્ર દુનિયાને સંયુક્ત રાષ્ટ્ર પણ ચેતવી રહ્યુ છે. જે હવે સુપર અલનિનો બની ચુક્યુ છે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક દુષ્કાળ, ક્યાંક દઝાડી દેતી ગરમી તો ક્યાંક અતિશય ઠંડી પડવા પાછળ અલનિનો જ જવાબદાર છે. પર્યાવરણવિદોના જણાવ્યા અનુસાર સમુદ્રની સપાટી પર તાપમાન વધ્યા બાદ તેની અસર ભારત સહિતના દેશોમાં શિયાળાની ઋતુમાં જોવા મળશે. જો સુપર અલ નિનો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયો તો શિયાળામાં પણ તાપમાન વધુ રહેશે. ઠંડી નહીં પડે. જેનો પ્રત્યક્ષ પ્રભાવ રવિ પાક પર જોવા મળશે. એટલે કે ઘઉંના પાકમાં ઘટાડો આવશે.

વર્ષ 2026નો અલનિનો અસામાન્ય છે. કારણ કે પ્રશાંત મહાસાગરમાં ભૂમધ્ય રેખા પર જે પ્રકારે સમુદ્રની સપાટીનું તાપમાન વધી રહ્યુ છે, તેની અસર માત્ર પ્રશાંત મહાસાગર પૂરતી સીમિત નહીં રહે. તે સમગ્ર દુનિયા પર જોવા મળશે. વધુ પ્રમાણમાં એશિયાના દેશોમાં જોવા મળશે. વધુ પ્રમાણમાં ભારતમાં અસર જોવા મળશે જેનુ કારણ પર્યાવરણ વિદો જણાવે છે કે હજુ સુધી ભારતમાં ઈન્ડિયન ઓસિયન ડાયપોલ પોઝિટિવ નથી થયુ. તેની અસરને કારણે હવામાનમાં મોટાપાયે ફેરફાર જોવા મળશે. ક્યાંક આગ ઓક્તી ગરમી તો ક્યાંક ભીષણ પૂર ની સ્થિતિ જોવા મળશે.

ઓક્ટોબર-નવેમ્બરમાં સામાન્ય રીતે ભારતમાં શિયાળો બેસી જાય છે એવા સમયે ભારતમાં તાપમાન વધુ રહેશે. ગરમી પડશે. જેની દુરાગામી અસરો જોવા મળશે. વાતાવરણમાંથી હ્યુમિડીટી ઓછી થઈ જશે અને આમ થવાથી રવિપાક પ્રભાવિત થશે.

પર્યાવરણ પર નજર રાખતી સંસ્થા ક્લાયમેટ ટ્રેન્ડસ એ રવિપાક ને લઈને થનારા ફેરફાર અંગે રિપોર્ટ રજૂ કર્યો છે. જેમા કહેવાયુ છે કે વધતુ તાપમાન ઘઉંના પાક માટે મોટુ જળવાયુ સંકટ બની રહ્યુ છે. ખાસ કરીને ફુલ આવવા અને દાણા ભરાવાના તબક્કામાં આવુ થશે. ફેબ્રુઆરી-માર્ચ અચાનક ગરમી વધવાથી દાણા ભરવાની અવધિ ઓછી થશે. જેનાથી દાણાનુ વજન અને આકાર પર અસર જોવા મળે છે. ઘઉં ઉત્પાદન કરતા રાજ્યોમાં તાપમાન તેજ ગતિથી વધી રહ્યુ છે. 2011 થી 2025 વચ્ચે હરિયાણા-પંજાબ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ ઘુઉંની સિઝન દરમિયાન સરેરાશ તાપમાનમાં વધારો નોંધાયો છે.

પતિ-પત્ની બંનેની મળીને ₹300 કરોડથી વધુની સંપત્તિ, જાણો કેટલા અમીર છે સપાના ઉમેદવાર ધનરાજ નથવાણી

Follow Us
સૌરાષ્ટ્ર કચ્છમાં પશુપાલકોની કફોડી સ્થિતિ, ઘાસચારાના ભાવમાં ભડકો
સૌરાષ્ટ્ર કચ્છમાં પશુપાલકોની કફોડી સ્થિતિ, ઘાસચારાના ભાવમાં ભડકો
SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી
SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી
કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video
કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video
Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ
Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ
Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું
Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
g clip-path="url(#clip0_868_265)">