Vadodara: સંભવિત જળસંકટને જોતા તંત્રએ હાથ ધરી કવાયત, નર્મદા નહેરનું પાણી મેળવવા લખાયો પત્ર
વડોદરામાં આગામી સમયમાં સંભવિત જળસંકટને જોતા તંત્ર સક્રિય થયુ છે અને નર્મદા નહેરમાંથી પાણી મેળવવા પત્ર લખવામાં આવ્યો છે. આજવા જળાશયની સપાટી હાલ 205 ફુટ પર સ્થિર થઈ છે. જો પાણીનું લેવલ ઘટશે તો વધારાનું પાણી લેવામાં આવશે. પાણીનું યોગ્ય વિતરણ થાય તે માટે તંત્ર સક્રિય થયુ છે. અન્ય સ્ત્રોતોમાંથી પાણી મેળવવા કામગીરી શરૂ કરાઈ […]
વડોદરામાં આગામી સમયમાં સંભવિત જળસંકટને જોતા તંત્ર સક્રિય થયુ છે અને નર્મદા નહેરમાંથી પાણી મેળવવા પત્ર લખવામાં આવ્યો છે. આજવા જળાશયની સપાટી હાલ 205 ફુટ પર સ્થિર થઈ છે. જો પાણીનું લેવલ ઘટશે તો વધારાનું પાણી લેવામાં આવશે. પાણીનું યોગ્ય વિતરણ થાય તે માટે તંત્ર સક્રિય થયુ છે. અન્ય સ્ત્રોતોમાંથી પાણી મેળવવા કામગીરી શરૂ કરાઈ છે. શહેરના બે વોર્ડમાં પાણી વિતરણની સમસ્યા સર્જાઈ છે ત્યારે નર્મદા નહેરમાંથી 15 થી 20 દિવસમાં વધારાનું પાણી મેળવવાની તૈયારીઓ હાથ ધરાઈ છે. વૈકલ્પિક સ્ત્રોતોથી શહરને પાણી પુરુ પાડવાનું તંત્ર દ્વારા આયોજન કરાયુ છે. પાણીની માગને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઈ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના જણાવ્યા અનુસાર પાણીનુ વિતરણ યોગ્ય રીતે થાય તે માટે અન્ય સ્ત્રોત પર કામગીરી કરી રહ્યા છે. રાયકા, ધોળકા, સિંધરોટ અને નર્મદા કેનાલમાંથી પાણી લેવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. નાગરિકોને પાણી માટે પરેશાન થવુ પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા સંભવિત જળસંકટને જોતા 15 સ્ત્રોત થકી શહેરમાં પાણી લાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Input Credit- Anjali Ojha- Vadodara
