Vadodara: SSG હોસ્પિટલ કમ્પાઉન્ડ બન્યુ દારુની મહેફીલ માણવાનુ સ્થળ, અસમાજીક તત્વોએ જમાવ્યો અડ્ડો! જુઓ Video

Vadodara: SSG હોસ્પિટલ કમ્પાઉન્ડ બન્યુ દારુની મહેફીલ માણવાનુ સ્થળ, અસમાજીક તત્વોએ જમાવ્યો અડ્ડો! જુઓ Video

| Edited By: | Updated on: Aug 25, 2023 | 3:21 PM

SSG હોસ્પિટલના કમ્પાઉન્ડમાં અસમાજીક તત્વોએ અડ્ડો જમાવી દીધો છે. અસામજીક તત્વો હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ દારુની મહેફીલ માણવાનુ સ્થળ બન્યુ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

SSG હોસ્પિટલના કમ્પાઉન્ડમાં અસમાજીક તત્વોએ અડ્ડો જમાવી દીધો છે. અસામજીક તત્વો હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ દારુની મહેફીલ માણવાનુ સ્થળ બન્યુ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અસામાજીક તત્વો અહીં લોકોને પરેશાનતો કરી જ રહ્યા છે. પરંતુ સાથે સાથે દર્દીઓના સગાઓની સાથે પણ ઘર્ષણ કરતા હોવાના અનેક વાર કિસ્સાઓ સામે આવ્યા છે. હોસ્પિટલ વિસ્તારમાં આવેલા રૈન બસેરા આસપાસ દારુની ખાલી બોટલોનો જથ્થો  મળી આવ્યો હતો.

રેન બસેરા પાસેથી મોટા પ્રમાણમાં દારુની ખાલી બોટલો મળી આવ્યો હતો. આજે બીજા દિવસે પણ દારુની બોટલો મળી આવી હતી. જેને લઈ હોસ્પિટલમાં રાખવામાં આવેલી સુરક્ષા એજન્સીઓની કામગીરી પર સવાલો સર્જાયા હતા. સાથે જ રાવપુરા પોલીસ પર પણ સવાલો સર્જાયા હતા. રેન બસેરા બહારથી આવતા દર્દીઓના સગાઓને રોકાવા માટે નિર્માણ કરવામાં આવ્યુ હતુ. જ્યાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિસ્તારથી આવતા દર્દીઓના પરિવાજનો રોકાતા હતા પરંતુ આ વિસ્તાર પણ જાણે સંપૂર્ણ પણે અસમાજીક તત્વોએ કબ્જો જમાવી લીધો હોય એમ લાગે છે.

 

આ પણ વાંચોઃ Sabarkantha: ચમચમાતી મોંઘીદાટ કારમાં દારુની મોટાપાયે હેરાફેરી ઝડપાઈ, અમદાવાદ લવાતા જથ્થાને LCB એ ઝડપ્યો

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 25, 2023 03:17 PM