vadodara : બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસ, બંને આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર

કરજણ સ્વીટી પટેલ હત્યા કેસમાં આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા છે. આરોપી પી.આઈ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાને કરજણ કોર્ટમાં રજૂ કરાયા હતા.

yunus.gazi
| Edited By: | Updated on: Jul 26, 2021 | 10:12 PM

vadodara : કરજણ સ્વીટી પટેલ હત્યા કેસમાં આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા. આરોપી પી.આઈ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાને કરજણ કોર્ટમાં રજૂ કરાયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બંને આરોપીના 14 દિવસના રિમાન્ડ માગ કરી હતી. કોર્ટે બંનેના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કરજણ કોર્ટમાં તપાસ અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બારડ દ્વારા 14 દીવસના રિમાન્ડ ની માંગ કરતા મુદ્દા રજૂ કર્યા હતા. જેમાં સ્વીટી પટેલની લાશ સળગાવ્યા બાદ શરીરના ભાગના મોટા અંગો કે અવશેષો ગાયબ છે. જે બાદમાં અન્ય કોઈ વ્યક્તિની મદદથી ત્યાંથી લઈને અન્ય સ્થળે તેનો નિકાલ કરવામાં આવ્યા હોવાની ક્રાઇમ બ્રાન્ચને આશંકા છે.સ્વીટીની લાશ સળગાવવા માટે ડીઝલ ઉપરાંત,એવરેજ વધારવા માટે વપરાતું બ્લ્યુ ફ્યુઅલ વાપરવામાં આવ્યું કે અન્ય કોઈ જલદ કેમિકલ વાપરવામાં આવ્યું હોવાની ક્રાઇમ બ્રાન્ચને આશંકા છે.

અજય દેસાઈ અને કિરિટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરતા સરકારી વકીલે દલીલ કરી હતી કે ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમ્યાન ઘરની એક પાઇપ લાઇન પાસેથી લોહીના નિશાન મળી આવ્યા છે, શકયતા છે કે સ્વીટી પટેલ ગર્ભવતી હોય શકે છે, અને તે જાણીને પણ અજય દેસાઈ પત્નીની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હોય શકે, કે સ્વીટી તેના બીજા બાળકની માતા બની રહી છે, સ્વીટી પટેલની હોસ્પિટલની મેડિકલ ફાઇલ મળી નથી, તે પણ મેળવવાની છે.

આમ, આખરે કોર્ટે બંને આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે બંને આરોપી 6 ઓગષ્ટ સુધી પોલીસ રિમાન્ડ પર રહેશે.

આવતીકાલે ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશે. નોંધનીય છેકે હત્યાનો ખુલાસો થતાની સાથે જ પીઆઈ અજય દેસાઈને ફરજ મોકૂફ કરાયા છે. વડોદરા જીલ્લા પોલીસ વડાએ આ હુકમ કર્યો છે. પીઆઈ અજય દેસાઇ સામે ગુનો દાખલ થતાં ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. નોંધનીય છેકે આગામી સમયમાં પીઆઈ અજય દેસાઈ સામે ખાતાકીય તપાસ પણ થશે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">