ગંભીરા બ્રિજ પર 23 દિવસથી લટકતું ટેન્કર આખરે નીચે ઉતરશે, તંત્રે હાથ ધરી કામગીરી – જુઓ Video

ગંભીરા બ્રિજ પર 23 દિવસથી લટકતું ટેન્કર આખરે નીચે ઉતરશે, તંત્રે હાથ ધરી કામગીરી – જુઓ Video

| Updated on: Aug 01, 2025 | 4:32 PM

વડોદરાના ગંભીરા બ્રિજ પર અકસ્માતના 23 દિવસ પછી ફસાયેલા ટેન્કરને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કઈ રીતે ઉતારવામાં આવશે.

ગુજરાતમાં આણંદ અને વડોદરાને જોડતો તેમજ સૌરાષ્ટ્ર જવા માટેનો ખાસ ગંભીરા બ્રિજ બેદરકારીને કારણે તૂટી પડ્યો હતો. આ ઘટનાને લઈને જનતામાં ભારે રોષ ફેલાયો હતો. જો કે, આ ઘટનાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સામે લાલ આંખ કરી હતી. આજે આખરે લટકતું ટેન્કર નીચે ઉતારવામ આવશે.

વડોદરાના ગંભીરા બ્રિજ પર અકસ્માતના 23 દિવસ પછી ફસાયેલા ટેન્કરને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદના જિલ્લા કલેક્ટર આ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે, અને એક બચાવ ટીમ સ્થળ પર છે, જે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને વિસ્તારને સુરક્ષિત કરવા માટે સલામતી સાધનોથી સજ્જ છે. લિફ્ટિંગ સાધનો આવે તે પહેલાં ટીમ ટેન્કરનું નિરીક્ષણ કર્યું હતું.

with input Dharmesh Patel, Padra – Vadodara.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 01, 2025 04:24 PM