Gujarati Video : વડોદરામાં વિદ્યાર્થીઓએ કરેલી મજાની સજા શાળા સંચાલકને મળી, મનપાએ ફટકારી નોટીસ
વિદ્યાર્થીઓ વેકેશન પહેલા જ તેનું એડવાન્સ પ્લાનિંગ કરી લેતા હોય છે. વેકેશનની અવનવી ઉજવણી કરતા હોય છે. પરંતુ વડોદરામાં વેકેશન ઉજવણીની વિદ્યાર્થીઓએ એવી તો મજા કરી કે તેની સજા શાળા સંચાલકને મળી છે. વિદ્યાર્થીઓએ છેલ્લુ પેપર પુરુ થતા રસ્તા પર પેપર ફાડીને ઉડાડ્યા હતા.
ઉનાળાના વેકેશનની વિદ્યાર્થીઓ કાગડોળે રાહ જોતા હોય છે. વિદ્યાર્થીઓ વેકેશન પહેલા જ તેનું એડવાન્સ પ્લાનિંગ કરી લેતા હોય છે. વેકેશનની અવનવી ઉજવણી કરતા હોય છે. પરંતુ વડોદરામાં વેકેશન ઉજવણીની વિદ્યાર્થીઓએ એવી તો મજા કરી કે તેની સજા શાળા સંચાલકને મળી છે. છેલ્લું પેપર આપ્યા બાદ શાળા કેમ્પસથી ખંડેરા માર્કેટ સુધી વિદ્યાર્થીઓએ પેપર ફાડી ઉડાડ્યા હતા.
આ પણ વાંચો : Vadodara : ગીતાંજલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ડ્રગ્સનું વેચાણ, SOGએ 7 લાખનો મુદ્દામાલ ઝડપ્યો, એકની ધરપકડ, જુઓ Video
સંચાલકને સ્વચ્છતા સંદર્ભે ફટકારી નોટિસ
વિદ્યાર્થીઓની બેદરકાર ઉજવણીથી જાહેર માર્ગ પર જ્યાં જોવો ત્યાં માત્ર ફાટેલા પેપરના ટૂકડા જ જોવા મળ્યા હતા. બનાવની જાણ થતા જ વોર્ડ નં-13ના સફાઈ સુપરવાઇઝર સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વોર્ડ ઓફિસરની સૂચનાથી ખાનગી શાળાના સંચાલકને સ્વચ્છતા સંદર્ભે નોટિસ ફટકારી છે. તથા શાળા અથવા વિદ્યાર્થીઓ માર્ગ પર કચરો ના કરે તેની તકેદારી રાખવા મૌખિક સૂચના આપી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…