Vadodara : ગીતાંજલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ડ્રગ્સનું વેચાણ, SOGએ 7 લાખનો મુદ્દામાલ ઝડપ્યો, એકની ધરપકડ, જુઓ Video

Vadodara : ગીતાંજલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ડ્રગ્સનું વેચાણ, SOGએ 7 લાખનો મુદ્દામાલ ઝડપ્યો, એકની ધરપકડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 7:03 AM

વડોદરાના નાગરવાડા રોડ પર વોર્ડ નં-8ની ઓફિસ પાછળ ગીતાંજલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આરોપી ડ્રગ્સનું વેચાણ કરતો હતો. બાતમીના આધારે SOGએ આરોપીને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો.

વડોદરામાં 70 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે SOGએ એક શખ્સને ઝડપી પાડ્યો છે. નાગરવાડા રોડ પર વોર્ડ નં-8ની ઓફિસ પાછળ ગીતાંજલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આરોપી ડ્રગ્સનું વેચાણ કરતો હતો. બાતમીના આધારે SOGએ આરોપીને 7 લાખની કિંમતના 70 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછમાં મુંબઇના સપ્લાયરનું નામ સામે આવ્યુ છે. તથા અન્ય સપ્લાયર કપીલને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

આ પણ વાંચો : Vadodara : કરજણ સેવાસદનમાં ACBની તવાઈ, વહીવટી મામલતદાર લાંચ લેતા ઝડપાયો, જુઓ Video

બરોડા એક્સપ્રેસ નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપાયું

આ અગાઉ અમદાવાદ શહેરમાં ફરી એક વખત નશાના કારોબારનો પર્દાફાશ થયો હતો. બરોડા એક્સપ્રેસ નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપાયું હતુ. યુવતી સહિત વડોદરાના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. તેમની પાસેથી 16.120 ગ્રામ MD ડ્રગ્સ સાથે 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં આરોપી ફિરદોશ મન્સૂરી અને આશિષ પરમારની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ડ્રગ્સ ડિલિવરી આપવા આરોપી આવતા હતા.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">