વડોદરા: ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેના સ્પોર્ટ્સ સંકુલની દુર્દશા, પ્રજાના પૈસાનો થયો વ્યય! VIDEO

વડોદરા: ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેના સ્પોર્ટ્સ સંકુલની દુર્દશા, પ્રજાના પૈસાનો થયો વ્યય! VIDEO

| Edited By: | Updated on: Nov 21, 2026 | 4:38 PM

વડોદરામાં પુલ નીચે બનેલા સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન બન્યા, સાધનો ધૂળ ખાઈ રહ્યા છે અને મનપાની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.

વડોદરા શહેરમાં બાળકો અને વડીલો માટે બનાવવામાં આવેલા રમત-ગમતના સંકુલની હાલત જાળવણીના અભાવે દયનીય બની છે. સરકારી સૂચનાને પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે રમત-ગમતના સંકુલો બનાવવામાં આવ્યા હતા. જોકે, સંકુલોનું નિર્માણ કર્યા બાદ તેની યોગ્ય જાળવણી અને સંચાલન માટે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા આજે આ સ્થળો વેરાન બની ગયા છે.

સંકુલમાં લગાવવામાં આવેલા રમત-ગમતના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે અને ધીમે ધીમે બિનઉપયોગી બની રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા મહિનાઓ વીતી જવા છતાં જાળવણી માટે કોઈ એજન્સી સાથે કરાર કરવામાં આવ્યો નથી. હાલ માત્ર 10 ફૂટની જાળી અને લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મામલે વિપક્ષી કાઉન્સિલરે સત્તાપક્ષ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ કર્યા.

બીજી તરફ, મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેને પણ સંકુલોની ખરાબ હાલતનો સ્વીકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી નથી અને જાળવણીના અભાવે સાધનો બિનઉપયોગી બની ખરાબ થઈ ગયા છે. ફેબ્રુઆરીમાં સંકુલો બનાવ્યા બાદ નવ મહિના પછી તેનું સંચાલન મહાનગરપાલિકા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનને સોંપવાનું નક્કી કરાયું હતું. જોકે, આજદિન સુધી યોગ્ય જાળવણી શરૂ થઈ નથી. હવે આગામી સમયમાં સંકુલોની સાચવણી માટે નવેસરથી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી અંગે ‘મોટો નિર્ણય’, ભોગ-ધ્વજાજી ઉત્સવ માટે ‘2,500 રૂપિયા’ ફી નક્કી

Follow Us
Loading...
Unable to load recommendations.