Vadodara: સાવલી કોર્ટે ગૌવંશના 5 આરોપીના જામીન નામંજૂર કર્યા, ખોટી રીતે દાખલો આપનાર સરપંચ સામે કાર્યવાહી થશે

|

Feb 05, 2022 | 8:47 AM

વડોદરામાં સાવલીમાં ગૌ માંસના જથ્થાને કતલખાને લઈ જવાતા દાખલો આપનાર સરપંચ અને આરોપી આ અંગે કોર્ટે ગંભીર નોંધ લીધી છે અને ખોટી રીતે દાખલો આપવા બદલ સરપંચ સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

વડોદરા (Vadodara)ના સાવલીમાં કતલખાને લઈ જવાતા ગૌવંશના મામલે 4 જાન્યુઆરીએ સુનાવણી થઈ હતી. જેમાં સાવલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (Savli District and Sessions Court)માં દાખલારૂપ ઓર્ડર કોર્ટ આપ્યો છે. વડોદરાના સાવલીમાં કતલખાને લઈ જવાતા ગૌવંશના 5 આરોપીના જામીન (Bail) કોર્ટે નામંજૂર કર્યા છે.

ખોટી રીતે દાખલો આપનાર સરપંચ સામે થશે કાર્યવાહી

વડોદરામાં સાવલીમાં ગૌમાંસના જથ્થાને કતલખાને લઇ જવાતા દાખલો આપનાર સરપંચ અને આરોપી આ અંગે કોર્ટે ગંભીર નોંધ લીધી છે અને ખોટી રીતે દાખલો આપવા બદલ સરપંચ સામે કાર્યવાહી પણ થઈ શકે છે. સાણંદની દદુકા ગ્રામ પંચાયતના સરપંચ ભરતસિંહ ડોડીયાએ આરોપીઓની ઓળખાણનો દાખલો આપ્યો હતો.

પાંચ આરોપીઓના જામીન નામંજૂર

જેમાં કોર્ટે વડોદરાના એસ.પી રેન્જ આઈજી અને ડીજીપીને આદેશની નકલ મોકલી હતી, જે કેસમાં એનિમલ પ્રિવેન્શન એકટ હેઠળ નિમાયેલા એડવોકેટ પબ્લિક પ્રોસિક્યુટર નિરજ જૈન જણાવે છે કે આ કેસની સુનાવણી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી અને ડિસ્ટ્રીકટ કોર્ટે ગંભીર નોંધ લઈ અને પાંચ આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે. વડોદરામાં અગાઉ પણ અનેકવાર ગૌવંશને કતલખાને લઇ જતા આરોપીઓ ઝડપાયા છે, ત્યારે આ વખતે કડક દાખલો બેસાડવા કોર્ટે આ પ્રકારની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો-Ahmedabad: જશોદાનગરમાં ‘ખાડા’ તંત્ર સામે સ્થાનિકોનો રોષ, ધીમી ગતિએ ચાલતા કામથી લોકોને હાલાકી

આ પણ વાંચો- Ahmedabad: ટેક્સ ન ભરનારા કરદાતાઓ સામે AMCની લાલ આંખ, 4 દિવસમાં 892 મિલકતો સીલ કરી

Next Video