વડોદરાના સાવલીમાં કેનાલોમાં ભંગાણનો સિલસિલો, ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યાં પાણી, નર્મદા નિગમ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

વડોદરાના સાવલીમાં કેનાલોમાં ભંગાણનો સિલસિલો, ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યાં પાણી, નર્મદા નિગમ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

| Edited By: | Updated on: Nov 19, 2026 | 9:24 PM

વડોદરાના સાવલીમાં કેનાલો વારંવાર તૂટતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. સિંચાઈનું પાણી વેડફાઈ રહ્યું છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. રોષે ભરાયેલા ખેડૂતોએ નર્મદા નિગમ સામે ભ્રષ્ટ કામગીરીના આક્ષેપ કર્યા.

વડોદરાના સાવલી તાલુકામાં માઈનોર કેનાલોની બિસ્માર હાલતને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. સમલાયા ગોદામ પૂરા રોડ પર માઈનોર કેનાલમાં ગાબડું પડતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. તો બીજી તરફ રાણીપુરા ગામ પાસે પણ વધુ એક કેનાલમાં ગાબડું પડતાં પાણી ખેતરોમાં ફરી વળ્યાં હતાં. કેનાલોમાં વારંવાર ભંગાણ પડતાં નર્મદા નિગમની કામગીરી અને કેનાલની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા છે.

ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલ માટે ખેડૂતોએ ડીઝલ પંપથી પ્રયાસો હાથ ધર્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તાલુકામાં ઠેરઠેર કેનાલોમાં ભંગાણને કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે. બીજી તરફ અનેક ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી પણ મળતું નથી. જેથી પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

મહત્વનું છે કે પહેલાં વરસાદ ખેંચાયો હતો, ત્યારબાદ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી હતી. હવે સારા રવિપાકની આશા વચ્ચે કેનાલોમાં ગાબડાં પડતાં ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટું જેવી બની છે. ત્યારે વહેલી તકે કેનાલોનું સમારકામ કરી સિંચાઈનું પૂરતું પાણી આપવાની માગ ઉઠી છે. માગ નહીં સંતોષાય તો નર્મદા નિગમ સામે આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

કોકેઈનનો નશો, નાની યુવતી સાથે લગ્ન,…. ધૂરંધરમાં બતાવ્યો તેના કરતા તો ક્યાંય લેવિશ લાઈફ જીવે છે દાઉદ, FBI ના પૂર્વ એજન્ટનો દાવો

Follow Us
Loading...
Unable to load recommendations.