AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: સ્ટેટ મોનિટરિંગ સેલનો વડોદરામાં દરોડો, દારુનુ મોટુ નેટવર્ક ઝડપાયુ, 12 લોકો સામે ફરિયાદ, જુઓ Video

Vadodara: સ્ટેટ મોનિટરિંગ સેલનો વડોદરામાં દરોડો, દારુનુ મોટુ નેટવર્ક ઝડપાયુ, 12 લોકો સામે ફરિયાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2023 | 7:34 PM
Share

વડોદરા વિસ્તારના બુટલેગરો સ્ટેટ મોનિટરિંગ સેલના ઝપાટે ચડ્યા છે. વડોદરામાં દારુના સપ્લાય નેટવર્કનુ વિશાળ કટિંગ ચાલતુ ઝડપી લઈને કાર્યવાહી કરી છે. SMC એ 12 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

ગુુજરાતમાં બુટલેગરો જાણે કે બેફામ બન્યા હોય એવી સ્થિતિ છે. અનેક વિસ્તારોમાં દારુની હેરાફેરી અને સ્થાનિક સ્તરે સપ્લાય છૂટછાટથી થઈ રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યના દરેક ખૂણાઓમાં બાજ નજર રાખીને હાલમાં દરોડાની કાર્યવાહી કરીને બુટલેગરોમાં ફફડાટ પેદા કરી રહી છે. સ્થાનિક પોલીસ પણ સેલની કાર્યવાહીને લઈ ફફડાટ અનુભવી રહી છે. આ દરમિયાન હવે વડોદરા વિસ્તારના બુટલેગરો સ્ટેટ મોનિટરિંગ સેલના ઝપાટે ચડ્યા છે. વડોદરામાં દારુના સપ્લાય નેટવર્કનુ વિશાળ કટિંગ ચાલતુ ઝડપી લઈને કાર્યવાહી કરી છે.

વડોદરાના વારસિયામાં દરોડો પાડતા 23.37 લાખ રુપિયાનો મુદ્દામાલ ઝડપી લઈને મોનિટરિંગ સેેલે 12 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. સ્થળ પરથી કેટલાક વાહનો અને તેમાં ભરેલ દારુના જથ્થા સાથે 4 આરોપીને ઝડપી લીધા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક બુટલેગરો સામે પણ ગુનો નોંધ્યો છે. આમ સ્ટેટ વિજીલન્સની કાર્યવાહીને લઈ સ્થાનિક વિસ્તારમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ  Aravalli: શામળાજી હાઈવે પર કિન્નરોનો વિવાદ, અમદાવાદના વ્યંઢળે આવીને હુમલો કરતા પોલીસે તપાસ શરુ કરી

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 26, 2023 07:30 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">