Aravalli: શામળાજી હાઈવે પર કિન્નરોનો વિવાદ, અમદાવાદના વ્યંઢળે આવીને હુમલો કરતા પોલીસે તપાસ શરુ કરી
મોડાસાના વાંટડા ટોલ બુથ પાસે સ્થાનિક કિન્નરો પર બહારથી આવેલા કિન્નરો પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન લાકડી-ધોકા વડે માર મારીને રોકડ અને સોનાની ચેન પણ પડાવી લીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
અરવલ્લી જિલ્લામાં કિન્નરોની ભિક્ષાવૃત્તીની અદાવતમાં હુમલાની ઘટના સામે આવી છે. શામળાજી થી અમદાવાદ નેશનલ હાઈવે પર ઠેર ઠેર કિન્નરોએ ભિક્ષા વૃત્તી કરતા જોવા મળી રહ્યા છે. કિન્નરો વચ્ચે સ્થળ અને ભિક્ષા મેળવવાને લઈ અદાવતો પણ આ જ કારણોસર વધવા લાગી છે. જેને લઈ હવે કિન્નરો વચ્ચે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. ભિક્ષા વૃત્તિ કરવાની અદાવતે એક કિન્નર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ મામલે મોડાસા પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
મોડાસાના વાંટડા ટોલ બુથ પાસે સ્થાનિક કિન્નરો પર બહારથી આવેલા કિન્નરો પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન લાકડી-ધોકા વડે માર મારીને રોકડ અને સોનાની ચેન પણ પડાવી લીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે હવે મોડાસા રુરલ પોલીસે તપાસ શરુ કરી છે.
હિંમતનગરના કિન્નર પર હુમલો
શામળાજી હાઈવે પર આવેલા વાંટડા ટોલ પ્લાઝા પાસે કિન્નરો પર હુમલો થયાની ઘટના સામે આવી છે. હિંમતનગરના રાની માસીએ મોડી રાત્રીએ મોડાસા રુરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવવાની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તેઓએ મીડિયાને બતાવ્યુ હતુ કે, તેઓ ગત સોમવારે સાંજના સાડા ચારેક વાગ્યાના અરસા દરમિયાન રીક્ષામાંથી ઉતરતા હતા ત્યારે તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો.
અમદાવાદથી બે ગાડીઓમાં ભરીને આવેલ કિન્નરોએ તેમની પર રીતસરનો હુમલો બોલાવી દેતા તૂટી પડ્યા હતા. રાની માસીએ કહ્યુ હતુ કે, તેમની પર દંડા અને ધોકા જેવા બોથડ પદાર્થો પડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમની પાસે રહેલ 25 હજાર રુપિયા જેટલી રોકડ રકમ અને સોનાની તેમની ચેઈન પણ આ હુમલા દરમિયાન અમદાવાદના કિન્નરોએ પડાવી લઈ લુંટી ગયા હોવાનો આક્ષેપ કર્યો છે. આ અગાઉ પણ અન્ય કિન્નરોને તેમના ઘરે ઘુસીને તેમની પર હુમલો કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. આમ કિન્નરો વચ્ચેના વિવાદ સર્જાતા હુમલાની ઘટના સામે આવી છે. આ અંગે હવે રાની માસીએ મોડાસા પોલીસ સમક્ષ કાર્યવાહી કરવાની માંગ કરી છે.