વડોદરા શહેરમાં રખડતી રંજાડે માજા મુકી, જવાબદારી પોતાની છતાં મેયરે દોષનો ટોપલો સરકાર પર ઢોળ્યો !

|

May 25, 2022 | 9:22 AM

મનપાની મથામણ અને મેયરના દાવાઓની પોલ ખોલતા આ દ્રશ્યો ચાડી ખાઇ રહ્યા છે કે, શાસકો નિંદ્રામાં છે, રખડતા ઢોર બેફામ છે અને પ્રજા પરેશાન છે.

વડોદરામાં (Vadodara) રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રસ્તે જતા રાહદારીઓ પર અચાનક મોત ત્રાટકે છે. રખડતા ઢોરના ત્રાસથી એકબાજુ લોકો થથરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યુ છે. રજવાડી શહેરમાં (Vadodara City )આજકાલ રખડતી રંજાડ માજા મુકી રહી છે. મનપાની (Vadodara Municipal Corporation) મથામણ અને મેયરના દાવાઓની પોલ ખોલતા આ દ્રશ્યો ચાડી ખાઇ રહ્યા છે કે, શાસકો નિંદ્રામાં છે, રખડતા ઢોર બેફામ છે અને પ્રજા પરેશાન છે. ચાલુ મહિને અત્યાર સુધીમાં રખડતી રંજાડની 5 ઘટનાઓ સામે આવી ચૂકી છે. જોકે પ્રશ્નનો ઉકેલ લાવવામાં શહેરના શાસકો નિષ્ફળ રહ્યા છે, ત્યારે શહેરીજનોમાં આજે એક જ સવાલ ચર્ચાઇ રહ્યો છે કે રખડતી સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે..?

પ્રશ્નનો ઉકેલ લાવવામાં શહેરના શાસકો નિષ્ફળ રહ્યા

જો મહાનગરોમાં (Municipal Corporation) ઢોર નિયંત્રણ બિલ લાગુ કરાય તો, રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ આવી શકે. આ મોટું નિવેદન આપ્યું છે વડોદરાના મેયર કેયુર રોકડિયાએ.શહેરમાં રખડતા ઢોરની વકરી રહેલી સમસ્યા મુદ્દે મેયર કેયુર રોકડિયાએ, રાજ્ય સરકાર પર દોષનો ટોપલો ઢોળ્યો. સાથે જ મેયરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બિલ લાગુ થાય તો રખડતી રંજાડ પર લગામ આવી શકે છે.

Next Video