Vadodara : વડોદરામાં કંપનીના માલિકનું અપહરણ બાદ થઈ મુક્તિ થઈ છે. વરણામા પોલીસે ફિલ્મી ઢબે કંપનીના માલિકને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યો છે. બે શીખ યુવકોએ કંપનીના માલિક રશ્મિકાંત પંડ્યાને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી નિઝામપુરામાંથી અપહરણ કર્યું હતું. શીખ યુવકે કંપનીના માલિકને વિવિધ વિસ્તારોમાં ફેરવ્યો છે.
આ પણ વાંચો : Vadodara: પાદરાના પૂર્વ ધારાસભ્ય દીનુ મામા ફરી ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે પહેરાવ્યો ખેસ, જુઓ Video
અધવચ્ચે મારઝૂડ કરી 3 હજાર 500 રૂપિયા અને ત્રણ મોબાઈલ લૂંટી લીધા હતા. બે કોરા ચેક પર બળજબરીથી સહી કરાવી લીધી હતી. પેટ્રોલિંગ કરી રહેલી વરણામા પોલીસની ટીમે કાર રોકતા અપહ્યત રશ્મિકાંત પંડ્યાએ પોલીસને અપહરણ સહિતની કેફિયત જણાવતા ભાંડો ફૂટ્યો હતો. અપહરણની ઘટના ફતેહગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી થયું હોવા છતાં ફતેહગંજ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો નહીં. વરણામા પોલીસે બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ઝડપી લીધા હતા.