Vadodara: પાદરાના પૂર્વ ધારાસભ્ય દીનુ મામા ફરી ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે પહેરાવ્યો ખેસ, જુઓ Video
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ વડોદરા પહોંચતા જ્યાં તેઓના હસ્તે જ દીનુ મામાએ ભાજપનો ખેસ પહેર્યો હતો. દીનુ મામાની સાથે નગર પાલિકા અને તાલુકા પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાયા હતા. બરોડા ડેરીના ચેરમેન દીક્ષિત પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. દીનુ મામાએ ભાજપમાં ફરી જોડાવવાને લઈ પહેલાથી જ સંકેતો આપી દીધા હતા.
પાદરાના પૂર્વ ધારાસભ્ય દીનુ મામાએ ફરી કેસરીયા કર્યા છે. દીનુ મામાને ભાજપે ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ટિકિટ કાપીને ચૈતન્યસિંહ ઝાલાને આપી હતી. આમ દીનુ મામા એટલે કે દિનેશ પટેલે ભાજપ સામે જ બળવો કર્યો હોય એમ અપક્ષ ચૂંટણી લડી હતી. જોકે તેઓનો કારમો પરાજય થયો હતો અને ચૈતન્યસિંહ ઝાલાનો વિજય થયો હતો. હવે વર્તમાન ધારાસભ્ય ચૈતન્યસિંહના જનસંપર્ક કાર્યાલયનુ ઓપનિંગ દરમિયાન સીઆર પાટીલ આવતા દીનુ મામા એ ઘર વાપસી કરી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ વડોદરા પહોંચતા જ્યાં તેઓના હસ્તે જ દીનુ મામાએ ભાજપનો ખેસ પહેર્યો હતો. દીનુ મામાની સાથે નગર પાલિકા અને તાલુકા પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાયા હતા. બરોડા ડેરીના ચેરમેન દીક્ષિત પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. દીનુ મામાએ ભાજપમાં ફરી જોડાવવાને લઈ પહેલાથી જ સંકેતો આપી દીધા હતા. વિધાનસભામાં હાર બાદ છેલ્લા કેટલાક સમયથી ઘર વાપસીની ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
