Breaking News : વડોદરામાં સતત બીજા દિવસે શાંતિ ડહોળવાનો પ્રયાસ, રાવલવાસમાં ફરી કાચની બોટલ ફેંકાઈ

Breaking News : વડોદરામાં સતત બીજા દિવસે શાંતિ ડહોળવાનો પ્રયાસ, રાવલવાસમાં ફરી કાચની બોટલ ફેંકાઈ

| Edited By: | Updated on: Nov 19, 2024 | 11:02 PM

વડોદરામાં સતત બીજા દિવસે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાનું કૃત્ય કેટલાક લોકો દ્વારા કરવામાં આવ્યું છે. નાગરવાડા શાકભાજી બજાર નજીકની આ ઘટના છે જેમાં અસામાજિક તત્વો દ્વારા બીજા દિવસે કાચની બોટલ ફેંકવાનું કૃત્ય કરવામાં આવ્યું. 

વડોદરાના રાવલવાસમાં સતત બીજ દિવસે કાચની બોટલો ફેંકાઇ હોવાની ઘટના બની છે. ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો. નાગરવાડા શાકભાજી બજાર નજીકની આ ઘટના છે. વડોદરાનો રાવલવાસ વિસ્તાર છે જય ફરી એક વખત કાચની બોટલો ફેંકાઇ.

ગઇકાલે પણ આ વિસ્તારમાં કાચની બોટલ ફેંકાઇ હતી. પોલીસ પોઈન્ટ હોવા છતા પણ અગાસીઓમાંથી બોટલ ફેંકાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સતત હેરાનગતિને કારણે રહીશોમાં પણ રોષ છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. જોકે કોણે આ કૃત્ય કર્યું તેને લઈ પોલસી તપાસ કરવામાં આવી રહી છે.

વડોદરા પોલીસ દ્વારા ફરી એક વખત વિસ્તારનું કોમબિન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા બંદોબસ્ત વધારાયો છે. SRP ની ટુકડી પણ ખડકી દેવામાં આવી છે. જે લોકો પાસે હથિયારો મળ્યા હતા તેમના હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે. બીજી તરફ લોકોમાં પણ ભયનો માહોલ છે. પરંતુ કૃત્ય કરનાર કોણ છે તેને વહેલી ટેક શોધવા લોકો પોલીસને અપીલ કરી રહ્યા છે.

Published on: Nov 19, 2024 11:01 PM