Vadodara : બાંગ્લાદેશી યુવતીએ નકલી દસ્તાવેજ બનાવ્યાનો ખુલાસો, પોલીસે વધુ તપાસ હાથ ધરી, જુઓ Video

Vadodara : બાંગ્લાદેશી યુવતીએ નકલી દસ્તાવેજ બનાવ્યાનો ખુલાસો, પોલીસે વધુ તપાસ હાથ ધરી, જુઓ Video

| Edited By: | Updated on: May 03, 2025 | 12:36 PM

ભારતીય બનવા બાંગ્લાદેશી યુવતીએ નકલી દસ્તાવેજ બનાવ્યાં છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા તપાસ દરમિયાન ખુલાસો થયો છે. એજન્ટ થકી નકલી આધારકાર્ડ બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં વસવાટ કરતા ઘુસણખોરો પર તવાઈ બોલાવામાં આવી છે. ત્યારે ભારતીય બનવા બાંગ્લાદેશી યુવતીએ નકલી દસ્તાવેજ બનાવ્યાં છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા તપાસ દરમિયાન ખુલાસો થયો છે. એજન્ટ થકી નકલી આધારકાર્ડ બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. વર્ષ 2020માં હરિદાસપુર બોર્ડરથી ભારત આવી હોવાનું ખુલ્યું છે. મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશી યુવતી વડોદરામાં રહીને દેહવ્યાપાર કરતી હતી. આધારકાર્ડ બનાવવા માટે એજન્ટે યુવતીનું નામ બદલ્યું હોવાનો પણ ખુલાસો થયો છે. ત્યારે હવે પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

રાજકોટમાંથી વધુ 6 બાંગ્લાદેશી ઝડપાયા

બીજી તરફ રાજકોટમાંથી વધુ 6 બાંગ્લાદેશી ઝડપાયા છે. તમામ બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ બાદ ડિપોર્ટ કરાશે. ભગવતીપરા, મોરબી રોડ, રામનાથપરા વિસ્તારમાં પોલીસે તપાસ હાથ ધરી છે. જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં પોલીસની તપાસ હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં કુલ 21 જેટલા બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો