Vadodara : PM મોદીના રોડ શો માટે લાવેલા ઘાસના લોન અને કુંડાની ચોરી, CCTVમાં બે શખ્સ નજરે પડ્યા,જુઓ Video

|

Nov 01, 2024 | 1:04 PM

બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બન્યા હતા. જો કે વડોદરામાં PM મોદીના રોડ શો માટે લાવેલી ઘાસની લોનની ચોરી થઇ છે. રોડ પર રાખેલ પ્લાનટેશનના ઘાસની લોન અને કુંડાની ચોરી થઇ છે. સ્કૂટર પર આવેલ બે શખ્સોએ કરી છોડનાં કુંડાંની ચોરી ગયા હોવાના CCTV સામે આવ્યા છે.

વડોદરામાં PM મોદીના રોડ શો માટે દરમિયાન પ્લાનટેશન માટે રાખેલા 100 છોડમાંથી 25ની ચોરી થઇ છે. PM મોદીના રોડ શોને લઈ ફૂટપાથ પર લોન અને કુંડા રખાયા હતા. એરપોર્ટથી ખોડીયારનગર વિસ્તારમાં રંગ રોગાન માટે ફૂટપાથ પર પ્લાન્ટેશન લગાવ્યા હતા.જો કે રાત્રે ન્યુ વીઆઇપી રોડ પરથી દોઢથી બે ફૂટની ઘાસની લોન ગાયબ થઇ ગઇ છે. ઘાસના લોનની ચોરી કરનાર 2 શખ્સ CCTV કેમેરામાં કેદ થયા છે. પાલિકાએ CCTVના આધારે ચોરી કરનારની શોધખોળ હાથ ધરી છે.

મહત્વનું છે કે 28 ઓક્ટોબરે PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાના મહેમાન બન્યા હતા. બન્ને મહાનુભાવોનો વડોદરામાં મેગા રોડ શો યોજ્યો હતો. ખુલ્લી જીપમાં સવાર થઈને PM મોદી અને પેડ્રો સાંચેઝ રોડ શોમાં જોડાયા હતા. ભવ્ય રોડ શો બાદ M મોદી અને પેડ્રો સાંચેઝે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્ઘાટન કર્યું. તેમજ ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સમાં બન્ને દેશના વડાપ્રધાને પ્રદર્શની પણ નિહાળી હતી. ત્યારબાદ. બન્ને મહાનુભાવો વચ્ચે લક્ષ્મી વિલાસ પેલેસમાં મુલાકાત ગોઠવાઈ હતી. પેલેસમાં જ આયોજીત દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને સ્પેન વચ્ચે મહત્વના કરાર પર હસ્તાક્ષર થયા હતા.

Published On - 1:03 pm, Fri, 1 November 24

Next Video