Gujarati Video : 11મી સપ્ટેમ્બરે વડોદરાને મળશે નવા મેયર, સત્તાની ડોર કોણ સંભાળશે તેની ચર્ચાએ જોર પકડ્યું, જુઓ Video

Gujarati Video : 11મી સપ્ટેમ્બરે વડોદરાને મળશે નવા મેયર, સત્તાની ડોર કોણ સંભાળશે તેની ચર્ચાએ જોર પકડ્યું, જુઓ Video

| Edited By: | Updated on: Sep 10, 2023 | 5:10 PM

નવા મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂરી થઈ છે. જોકે હવે વડોદરામાં નવા સત્તાધીશો કોણ હશે તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. તમામ લોકોની નજર આગામી 11 તારીખ પર છે. કારણ કે આગામી 11મી સપ્ટેમ્બરે વડોદરાને નવા મેયર મળશે. મેયર સહિત સમગ્ર કમિટીના નામને લઈ લોકો અનેક અટકળો લગાવી રહયા છે. અનેક નામો પર જોર શોરમાં ચર્ચાઇ રહયા છે.

11મી સપ્ટેમ્બરે વડોદરાને નવા મેયર મળશે. વડોદરામાં 9 સપ્ટેમ્બરે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂરી થઈ છે. જેને પગલે નવા સત્તાધીશો કોણ બનશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. મેયર અને ડેપ્યુટી મેયર બનવા માંગતા કોર્પોરેટર ખુલીને બોલવા તૈયાર નથી. જો કે મેયર પદ માટે નંદા જોષી, સ્નેહલ પટેલ, હેમિષા ઠક્કર, તેજલ વ્યાસ, પૂનમ શાહ, જ્યોતિ પટેલ અને વર્ષા વ્યાસનું નામ ચર્ચામાં છે.

આ પણ વાંચો : Vadodara : ડભોઈના ફિઝિયોથેરાપીસ્ટ સામે પરણિતાએ દુષ્કર્મની નોંધાવી ફરિયાદ, તબીબની ધરપકડ, જુઓ Video

જ્યારે ડેપ્યુટી મેયર માટે ચિરાગ બારોટ, ઘનશ્યામ પટેલ, મનીષ પગાર, શૈલેષ પાટીલ અને નીતિન ડોંગાનું નામ ચર્ચામાં છે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ડૉ.શીતલ મિસ્ત્રી, અજિત દઢીચ દોંગા, બંદીશ શાહ અને મનોજ પટેલનું નામ ચર્ચામાં છે. નવા મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિમણુંક થશે.

કેટલીક અટકળો પર નજર

મેયર માટે સંભવિત નામ

  • નંદા જોષી
  • હેમિષા ઠક્કર
  • સ્નેહલ પટેલ
  • સુરુતા પ્રધાન
  • તેજલ વ્યાસ
  • વર્ષા વ્યાસ

ડે.મેયર માટે સંભવિત નામ

  • ઘનશ્યામ પટેલ
  • ચિરાગ બારોટ
  • શૈલેષ પાટીલ
  • મનીષ પગાર
  • નીતિન ડોંગા

સ્ટે.ચેરમેન માટે સંભવિત નામ

  • મનોજ પટેલ
  • અજિત દઢીચ
  • બંદીશ શાહ
  • ડૉ. શીતલ મિસ્ત્રી

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 10, 2023 05:00 PM