AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VADODARA : MLA મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના શાસકો પર ગંભીર આક્ષેપો કરી સાતમી વાર પણ ધારાસભ્ય બનવાનો દાવો કર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 12:24 PM
Share

બરોડા ડેરીના ચેરમેન અને ભાજપના પૂર્વ ધારાસભ્ય દીનુમામાએ કહ્યું કે,મધુભાઇના તમામ આક્ષેપો જુઠ્ઠા અને પાયાવિહોણા છે. તેમણે આક્ષેપો પુરવાર કરવા મધુ શ્રીવાસ્તવને ખુલ્લી ચેલેન્જ આપી હતી.

VADODARA : વડોદરાના વાઘોડિયા તાલુકાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે અને હવે તો અને મધુ શ્રીવાસ્તવ અને વિવાદ સિક્કાની બે બાજુ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. તેમણે ડભોઇના કાર્યક્રમમાં ભાજપ શાસિત બરોડા ડેરીના શાસકો પર ગંભીર આક્ષેપો કરી સાતમી વાર પણ ધારાસભ્ય બનવાનો દાવો કર્યો છે. જેનાથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. તેમણે મીડિયા સમક્ષ બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કરી કહ્યું હતું કે, ડેરીના શાસકો પોતાનું ઘર ભરી રહ્યા છે. ડેરીના સભ્યોને ભરણા આપવામાં આવી રહ્યા છે.

મધુ શ્રીવાસ્તવના આ નિવેદન સામે પ્રતિક્રિયા આપતાં બરોડા ડેરીના ચેરમેન અને ભાજપના પૂર્વ ધારાસભ્ય દીનુમામાએ કહ્યું કે,મધુભાઇના તમામ આક્ષેપો જુઠ્ઠા અને પાયાવિહોણા છે. તેમણે આક્ષેપો પુરવાર કરવા મધુ શ્રીવાસ્તવને ખુલ્લી ચેલેન્જ આપી હતી.

આ પણ વાંચો : RAJKOT : હડતાળ કરી રહેલા રેસિડન્ટ ડોક્ટરો અને આરોગ્ય કમિશ્નર વચ્ચેની વાતચીત વાયરલ, આરોગ્ય કમિશ્નરે અપમાન કર્યાના આક્ષેપો

આ પણ વાંચો : JUNAGADH : ગાયના છાણમાંથી રાખડી બનાવી આત્મનિર્ભર બની રહી છે કોયલી ગામની મહિલાઓ

g clip-path="url(#clip0_868_265)">