Vadodara: દેવું વધી જતા પરિવારનો સામૂહિક આપઘાત, રૂમની દીવાલ ઉપર લખી આપઘાતની વિગતો
પ્રિતેશભાઈના મિત્ર કેતન ચુનારાએ જણાવ્યું હતું કે પ્રિતેશભાઈએ ગત રાત્રે તેમના માતાને મેસેજ પણ કર્યો હતો કે સવારે ઘરે આવજો જમવા જવાનું છે અને જ્યારે તેમના મમ્મી તેમની ઘરે ગયા ત્યારે પ્રિતેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા અને અંદરના બેડરૂમમાં તેમના પત્ની સ્નેહા મિસ્ત્રી અને પુત્ર હર્ષિસ મિસ્ત્રી મૃતદેહો પલંગ ઉપર પડ્યા હતા.
વડોદરાના વાઘોડિયા રોડ પર દેવાથી કંટાળીને એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રિતેશ મિસ્ત્રીએ પહેલા પત્ની અને બાદમાં પુત્રને ઓશિકાથી મોં દબાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જે બાદ પોતે પણ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. મૃતકે આપઘાત કર્યો તે રૂમની દિવાલ પર સુસાઈડની વિગતો લખી હતી અને વધારે વિગતો તેના મોબાઈલમાં લખી હોવાનું જણાવ્યું હતું. તેમાં લખ્યું હતું કે સુસાઈડ પાછળ આર્થિક સંકડામણ અને મોટું દેવું થઈ જવાની સ્થિતિને જવાબદાર છે. મૃતક પ્રિતેશ મિસ્ત્રી 6-7 વર્ષથી દેવાને કારણે પરેશાન હતા. જો કે તેમને લોન હતી કે કોઈ વ્યાજખોરોનો ત્રાસ હતો તે અંગેની વિગતો હજુ સુધી સામે આવી નથી. આ સામૂહિક આપઘાતની જાણ થતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ FSL દ્વારા મોબાઈલ રિકવર કર્યા બાદ મૃતકના આર્થિક વ્યવહારો અંગે જાણી શકાશે.
પ્રિતેશભાઈના મિત્ર કેતન ચુનારાએ જણાવ્યું હતું કે પ્રિતેશભાઈએ ગત રાત્રે તેમના માતાને મેસેજ પણ કર્યો હતો કે સવારે ઘરે આવજો જમવા જવાનું છે અને જ્યારે તેમના મમ્મી તેમની ઘરે ગયા ત્યારે પ્રિતેશ ભાઈ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા અને અંદરના બેડરૂમમાં તેમના પત્ની સ્નેહા મિસ્ત્રી અને પુત્ર હર્ષિસ મિસ્ત્રી મૃતદેહો પલંગ ઉપર પડ્યા હતા. પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એ.ગોહિલે જણાવ્યું હતું કે મૃતક પ્રિતશભાઇ મિસ્ત્રીએ તેમના ઘરની દીવાલ ઉપર લખ્યું હતું કે અમે અમારીથી મરજીથી આપઘાત કરીએ છીએ, આમાં કોઈ જવાબદાર નથી. તેમના માતાએ સવારે આવીને જોયું તો માતા રડવા લાગી અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
