Rajkot : વ્યાજખોરોના ત્રાસથી પરિવારનો સામૂહિક આપઘાતનો કેસ, પોલીસે TRB સહિત બે વ્યાજખોરોને ઝડપ્યા
રાજકોટમાં (Rajkot) વ્યાજખોરોના ત્રાસને પગલે એક પરિવારના 3 સભ્યએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટના મિલાપનગર 2માં રહેતા સોની પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટના સોની પરિવારે 22 દિવસ પહેલા કરેલા સામુહિક આપઘાતના પ્રયાસમાં કેસમાં બે વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. વ્યાજખોરોના ત્રાસથી પતિ, પત્ની અને પુત્રએ ઝેરી દવા પીધી હતી. અગાઉ પુત્ર ધવલનું મોત નિપજ્યુ હતુ.બાદમાં માતાનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જે પછી પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી ધવલ મુંધવા નામના આરોપીની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં પોલીસે TRB જવાન સહિત બે વ્યાજખોરોને ઝડપી લીધા છે. ટ્રાફિક વોર્ડન ધર્મેશ સોલંકી અને પ્રહલાદસિંહ જાડેજા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજુ પણ બે વ્યાજખોરો પોલીસ પકડથી દૂર છે.
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારના સામૂહિક આપઘાતનો કેસ; પોલીસે TRB જવાન સહિત બેની ધરપકડ કરી#Rajkot #Gujarat #TV9News pic.twitter.com/SuJ8Qq36nY
— Tv9 Gujarati (@tv9gujarati) December 11, 2022
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસને પગલે એક પરિવારના 3 સભ્યએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટના મિલાપનગર 2માં રહેતા સોની પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પહેલા પુત્ર અને બાદમાં માતાનું મોત નિપજ્યુ હતુ. મળતી માહિતી પ્રમાણે ઝેરી દવા પીનાર કિર્તીભાઈ ઝેરોક્ષની દુકાન ચલાવતા હતા. તેમના પરિવારે 10થી 12 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ વ્યાજખોરોનો ત્રાસ વધી જતા કિર્તીભાઈ તેમના પત્ની માધુરી અને પુત્ર ધવલે ઝેરી દવા પીધી હતી. જે પછી પરિવારના સભ્યોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બાદમાં પુત્ર અને માતાનું મોત નિપજ્યુ હતુ, ત્યારે હવે આ કેસમાં બે વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. ટ્રાફિક વોર્ડન ધર્મેશ સોલંકી અને પ્રહલાદસિંહ જાડેજા નામના શખ્સની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે અગાઉ આ કેસમાં ક્રાઇમ બ્રાંચે ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા સંજયરાજસિંહ ઉર્ફે પિન્ટુ ઝાલાની ધરપકડ કરી હતી. વ્યાજખોરો 10 ટકાથી વધુ વ્યાજ વસૂલ કરતા હતા. હજુ પણ બે વ્યાજખોરો પોલીસ પકડથી દૂર છે.