Vadodara : ગેરકાયદે દબાણો પર મનપાની ટીમનો સપાટો, 30 મીટર સુધીનું દબાણ તોડી પાડ્યું, જુઓ Video

| Edited By: | Updated on: May 12, 2023 | 6:54 PM

વડોદરા મનપા દ્વારા સેવાસીથી સોનાર ગામ સુધી દબાણો હટાવાની કામગીર હાથ ધરવામાં આવી છે. ટીપી રોડ પર ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હતા જેને દૂર કરાયા છે. 30 મીટર સુધીનું દબાણ દૂર કરાયા છે.

વડોદરામાં મનપાની દબાણ શાખાની ટીમે કેરકાયદે દબાણને લઈ સપાટો બોલાવ્યો છે. કાર્યવાહી દરમ્યાન સેવાસી ગામથી સોનાર ગામ સુધીના ટીપી રોડ પરના વર્ષો જૂના દબાણો હટાવાયા છે. મનપા, તાલુકા પોલીસ, GEB, જમીન માપણીના અધિકારીની ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને ગેરકાયદે દબાણો દૂર કર્યા છે. 30 મીટર સુધીનું દબાણ પાલિકાની ટીમે તોડી પાડ્યું છે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં કાળઝાળ ગરમીને લઈ તંત્ર એક્શનમાં, કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે સલાહ

મહત્વનુ છે કે, વર્ષો જૂના દબાણની સાથે નવનિર્મિત બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા દબાણ પણ પાલિકાની ટીમે તોડી પાડ્યા છે. 8થી વધુ જેસીબી સાથે પાલિકાની દબાણ શાખાની ટીમે ગેરકાયદે દબાણો પર તવાઇ બોલાવી દીધી છે. મનપા દ્વારા આ અંગે અગાઉ પણ સૂચના આપી હતી. પરંતુ આ અંગે સ્થાનિકો દ્વાર કોઈ પગલાં નહીં લેવાતા તંત્ર હરકતમાં આવ્યુ અને ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવ્યું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…