Gujarati video : દાહોદમાં 500થી વધુ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી, ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે

Gujarati video : દાહોદમાં 500થી વધુ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી, ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 1:33 PM

દાહોદ (Dahod) સ્માર્ટ સીટી અંતર્ગત દબાણો દૂર કરાવાની કામગીરી હાથ ધરાઇ છે. નગરપાલિકા ચોક અને પડાવ બજાર સહિતના વિસ્તારોમાં 500થી વધુ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે.

દાહોદ (Dahod) સ્માર્ટ સીટી અંતર્ગત દબાણો દૂર કરાવાની કામગીરી હાથ ધરાઇ છે. નગરપાલિકા ચોક અને પડાવ બજાર સહિતના વિસ્તારોમાં 500થી વધુ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે. સ્થાનિકોનો આરોપ છે કે માત્ર નોટિસ આપી પણ ક્યારે દબાણો દૂર કરાશે તેની કોઇ જાણ કરાઇ ન હતી. તો બીજી તરફ અધિકારીનો દાવો છે કે દબાણો દૂર કરવા અંગે સ્થાનિકોને નોટિસ અપાઇ હતી. તેમનો સામાન દૂર કરવા માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-Gujarati Video : ભાવનગરમાં સંપની છત તૂટી જતા પ્રદૂષિત પાણી પીવા મજબૂર બન્યા નગરજનો, તંત્રે આંખ આડા કાન કર્યા હોવાના આક્ષેપ

મહત્વનું છે કે દબાણ કામગીરી સમયે મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા અને ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરાઇ હતી. કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અગાઉ વેપારીઓએ દબાણો દૂર કરતા પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી હતી.અગાઉ ગોધરા રોડ, દેસાઈ વાડ અને ગોદીરોડના કાચા પાકા દબાણો તોડી પડાયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">