Vadodara: મકરપુરા પોલીસ સ્ટેશનના PI વી.એન. મહિડા સસ્પેન્ડ, જુગાર કેસના આરોપીઓને છાવરવાનો હતો આરોપ

Vadodara: મકરપુરાના PI વી.એન. મહિડાને સસ્પેન્ડ પોલીસ કમિશનર શમશેર સિંહે સસ્પેન્ડ કર્યા છે. PI વિરુદ્ધ જુગારના આરોપીઓને છાવરતા હોવાની પોલીસ કમિશનરને અરજી મળી હતી. જેમા કાર્યવાહી કરતા PIને સસ્પેન્ડ કર્યા છે જ્યારે બે કોન્સ્ટેબલની બદલી કરી દેવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 6:23 PM

વડોદરા (Vadodara)ના મકરપુરાના PI વી.એન. મહિડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર શમશેર સિંહે PIને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. મકરપુરા (Makarpura) પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલની બદલી બાદ હવે PIને સસ્પેન્ડ કરાયા છે. પોલીસ કોન્સ્ટેબલ તુલસી અને પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રની બદલી કરી દેવામાં આવી છે. જુગારકેસના આરોપીઓને છાવરવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી તેના પગલે પોલીસ કમિશનરે (Police Commissioner) PIને સસ્પેન્ડ કર્યા છે.

મકરપુરાના PIને કરાયા સસ્પેન્ડ

સમગ્ર ઘટનાની એવી વિગત એવી છે કે થોડા દિવસ પહેલા મકરપુરા પોલીસ દ્વારા એક સ્થળે જુગારની રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન જે આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેમને છાવરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથેની એક અરજી પોલીસ કમિશનરને મોકલવામાં આવી હતી. પોલીસ કમિશનર પાસે આવેલી આ અરજીની તપાસ DCB ઝોન-3 યશપાલ ઝઘાનિયાને સોંપવામાં આવી હતી. યશપાલ ઝઘાનિયા દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. જેમા તપાસમાં જે આક્ષેપો હતા તેને સમર્થન મળતા શુક્રવારે(2 સપ્ટે.એ) ખુદ DCB ઝોન-3 દ્વારા બે પોલીસ કોન્સ્ટેબલની બદલી કરી દેવામાં આવી હતી.

સાથે જ આ સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા જે મુદ્દાઓની તપાસ માગવામાં આવી હતી તેનો અહેવાલ પોલીસ કમિશનરને સોંપવામાં આવ્યો હતો અને આ રિપોર્ટના આધારે પોલીસ કમિશનર શમશેરસિંઘ દ્વારા PI વી.એન. મહિડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં પણ વી.એન. મહિડા જે પણ પોલીસ મથકોમાં રહ્યા છે ત્યાં વિવાદ કરતા રહ્યા છે અને ફરી એકવાર મકરપુરામાં તેમને મુક્યા બાદ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે.

ઈનપુટ ક્રેડિટ- યુનુસ ગાઝી- વડોદરા

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">