Vadodara: મચ્છીપીઠ ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીની મુંબઈથી ધરપકડ, જુઓ Video

Vadodara: મચ્છીપીઠ ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીની મુંબઈથી ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 27, 2023 | 11:20 AM

વડોદરાના માચ્છી પીઠ વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં SOGએ મુંબઈથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. SOGએ મુંબઈના ભીંડી બજારમાં રહેતા મોહંમદ વાહીદ શેખની ધરપકડ કરી છે.

Vadodara : રાજ્યમાં નશાકારક પદાર્થો પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ મળતા હોય છે. ત્યાં વડોદરાના માચ્છી પીઠ વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં SOGએ મુંબઈથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Vadodara: સ્ટેટ મોનિટરિંગ સેલનો વડોદરામાં દરોડો, દારુનુ મોટુ નેટવર્ક ઝડપાયુ, 12 લોકો સામે ફરિયાદ, જુઓ Video

SOGએ મુંબઈના ભીંડી બજારમાં રહેતા મોહંમદ વાહીદ શેખની કરી ધરપકડ છે. 22 ઓગસ્ટે ઈમરાન મલેકના ઘરમાંથી 21 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. આરોપી મુંબઈથી ડ્રગ્સ લાવી વેચતો હોવાનો ખુલાસો થયો હતો.

તો કચ્છમાંથી પણ ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છના જખૌના દરિયાકિનારેથી ફરી એક વાર ચરસના 10 પેકેટ મળ્યા હતા. કચ્છના પિંગલેશ્વર નજીકથી ચરસના પેકેટ મળ્યા હતા. કચ્છના જખૌ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચરસ મળી આવ્યું છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.