વડોદરાના જાણીતા રેસ્ટોરેન્ટ, ફરસાણ, મીઠાઇ વિક્રેતાઓ સામે કાર્યવાહી, 22 વેપારીના લાયસન્સ રદ, જુઓ વીડિયો

વડોદરાના જાણીતા રેસ્ટોરેન્ટ, ફરસાણ, મીઠાઇ વિક્રેતાઓ સામે કાર્યવાહી, 22 વેપારીના લાયસન્સ રદ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 06, 2023 | 12:06 PM

છેલ્લા 4 મહિનામાં જુદી-જુદી દુકાનો અને ગોડાઉનમાંથી જે પણ ખાદ્ય વસ્તુઓના નમૂના લેવાયા હતા, તે ફેઇલ કે અખાદ્ય સાબિત થયા છે. જેને લઇ હોટલ, રેસ્ટોરેન્ટ, ફરસાણ-મીઠાઇના વિક્રેતા, પ્રોવિઝન સ્ટોર અને યાર્ડ સહિતના 22 વેપારીઓ સામે કાર્યવાહી થઇ છે.

વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગે 22 વેપારીઓના લાયસન્સ એક મહિના માટે રદ કરી દીધા છે. છેલ્લા 4 મહિનામાં જુદી-જુદી દુકાનો અને ગોડાઉનમાંથી જે પણ ખાદ્ય વસ્તુઓના નમૂના લેવાયા હતા, તે ફેઇલ કે અખાદ્ય સાબિત થયા છે. જેને લઇ હોટલ, રેસ્ટોરેન્ટ, ફરસાણ-મીઠાઇના વિક્રેતા, પ્રોવિઝન સ્ટોર અને યાર્ડ સહિતના 22 વેપારીઓ સામે કાર્યવાહી થઇ છે.

મહત્વનું છે, જેમના લાયસન્સ રદ કરાયા છે. તે તમામ વેપારીઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે હજી સુધી પાલિકાને જવાબ નથી આપ્યો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે વેપારીઓ હજુ પણ જવાબ નહીં આપે તો લાયસન્સ વધુ સમય માટે રદ કરી દેવાશે અને કડક કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો-વડોદરા: મહાઠગ વિરાજ પટેલના 9 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ પુછપરછમાં થઇ શકે છે અનેક ખુલાસા, જુઓ વીડિયો

બીજી તરફ વિપક્ષના નેતા અમી રાવતે પાલિકાના આરોગ્ય વિભાગ અને સત્તાધીશો સામે પ્રહાર કર્યા છે. તેમના આક્ષેપ છે કે આ પ્રકારની જોગવાઇઓ હતી તો કેમ પહેલા અમલ ના કરાયો. સાથે, જ કે વડોદરામાં પૂરતા ફૂડ ઇન્સ્પેક્ટર ના હોવાનો પણ આક્ષેપ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો